આયુર્વેદ

દરરોજ સવારે ખાલી પેટ ખાઈ લ્યો આ નાના બીજ, શરીરની હજારો બીમારીઓ ભાગી જશે દૂર.

મિત્રો છેલ્લા કેટલાક સમયથી લોકો શરીરના સ્વાસ્થ્યનું મહત્વ સમજવા લાગ્યા છે. જેના કારણે દરેક વ્યક્તિને સ્વસ્થ તો રહેવું હોય છે પણ દોડધામ ભરેલી જીવન શૈલીના કારણે અનેક રોગ શરીરમાં ઘર કરી જાય છે.

આજના સમયમાં જો શરીરને નિરોગી રાખવું હોય તો તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરી શકો છો. આ ઘરેલુ ઉપાય કરવાથી શરીર નિરોગી રહે છે. આજે તમને આવી જ એક નાનકડી વસ્તુ ના ઉપયોગ અને તેનાથી થતા લાભ વિશે જણાવીએ.

દરેક ઘરના રસોડામાં એલચી હોય જ છે. એલચી નો ઉપયોગ મીઠાઈમાં અને ચારમાં સૌથી વધુ કરવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ કરીને તમે શરીરને નિરોગી પણ રાખી શકો છો.

ભૂખ ઓછી લાગે ત્યારે – ઘણા લોકોની પાચનશક્તિ ખૂબ જ નબળી હોય છે તેના કારણે તેઓ આખો દિવસ મહેનત કરે તો પણ બે સમય બરાબર જમી શકતા નથી.

આવી તકલીફ હોય ત્યારે રોજ સવારે ભૂખ્યા પેટ એલચીનું સેવન કરવું જોઈએ તેનાથી ભૂખ વધે છે અને ભોજન બરાબર રીતે કરી શકાય છે.

વજન ઓછું કરવામાં – જો શરીરમાં ચરબી વધી ગઈ હોય અને તેને ઘટાડવી હોય તો જમવાની સાથે એલચી નો ઉપયોગ કરવાનું રાખો. જમ્યા પછી પણ તમે એલચી ખાઈ શકો છો તેનાથી તમારું વજન ઓછું કરવામાં મદદ મળશે.

સુસ્તી દુર કરવા – જો પૂરતી ઊંઘ કર્યા પછી પણ શરીરમાં થાક અને નબળાઈ રહેતી હોય તો પણ રોજ સવારે ભૂખ્યા પેટ એલચી ખાવી જોઈએ. તેમાં રહેલા તત્વો શરીરને ઊર્જાવાન રાખે છે.

મોઢામાંથી આવતી વાસ દૂર કરવા – ઘણા લોકો બ્રશ કરે તેમ છતાં મોઢામાંથી વાસ આવતી રહે છે આ સમસ્યાને દૂર કરવા માટે પણ એલચી ખૂબ જ ઉપયોગી છે રોજ સવારે બે એલચી ખાઈ લેવાથી મોઢું એકદમ ફ્રેશ થઈ જશે અને વાસ પણ આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *