દોસ્તો આજે તમને વ્રત અને ઉપવાસ દરમિયાન ખવાતી એક વસ્તુના લાભ વિશે જણાવીએ. આ વસ્તુ છે સાબુદાણા. સાબુદાણાનો ઉપયોગ કરવાથી શરીર નિરોગી રહી શકે છે.
સાબુદાણા શરીરમાં ઘણા રોગો મટાડે છે. મોટાભાગે ફરાળમાં અને ક્યારેક ખવાતી આ વસ્તુથી થતા લાભ વિશે જાણશો તો તમે પણ આજથી જ તેનું નિયમિત સેવન શરુ કરી દેશો.
સાબુદાણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તેમાં એવા ગુણ હોય છે જે શરીરને અનેક રોગથી મુક્ત કરે છે. આયુર્વેદમાં પણ સાબુદાણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાબુદાણા ખાવાથી મૂડ ફ્રેશ રહે છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી મૂડ સારો રહે છે.
સાબુદાણાની તાસીર ઠંડી હોય છે. તેનું સેવન કરવાથી શરીરની ગરમી સોસાય જાય છે. તેના લીધે શરીરને અંદરથી ઠંડક મળે છે. સાબુદાણા ના સેવનથી કબજિયાત પણ દૂર થાય છે.
ઉનાળા દરમિયાન સાબુદાણાનું સેવન કરવાથી ડિહાઈડ્રેશન થતું નથી. સાબુદાણા ખાવાથી શરીરમાં ઊર્જા જળવાઈ રહે છે. જ્યારે પાણી જેવા ઝાડા થઈ જાય ત્યારે સાબુદાણાની ખીર દર્દીને ખવડાવવાથી રાહત મળે છે.
સાબુદાણામાં પોટેશિયમ હોય છે જે શરીરમાં રક્ત સંચાર બરાબર રાખે છે. તેનું સેવન કરવાથી સ્નાયૂ મજબૂત થાય છે અને પેટ સંબધિત સમસ્યામાં લાભ થાય છે.
સાબુદાણામાંથી કાર્બોહાઈડ્રેટ પણ ભરપુર પ્રમાણમાં મળે છે. તેનું સેવન કરવાથી શરીરમાં ઊર્જા વધે છે. સાબુદાણામાં ફોલિક એસિડ હોય છે અને વિટામીન બી પણ હોય છે.
સાબુદાણા સગર્ભા સ્ત્રીઓ માટે ઉત્તમ ગણાય છે. ગર્ભાવસ્થા દરમિયાન સાબુદાણા ખાવાથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય છે.
સાબુદાણામાં કેલ્શિયમ, વિટામીન ભરપુર હોય છે જેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં પોષકતત્વોની ઊણપ રહેતી નથી. વળી તેનાથી હાડકા પણ મજબૂત થાય છે.
હાડકાને કેલ્શિયમ મળે તે માટે સાબુદાણા નિયમિત ખાવા જોઈએ. વળી તે વજન વધારવા માટે પણ સાબુદાણા મદદરુપ થાય છે. તેનું સેવન કરવાથી વજન વધતું નથી.
જેમણે વજન વધારવું હોય છે તેઓ નાસ્તા કે ભોજનમાં સાબુદાણા લેવાનું રાખે છે તો શરીરનો થાક દુર થાય છે અને શરીર પણ સશક્ત થાય છે. સાબુદાણા સવારે નાસ્તામાં ખાવાથી શરીરમાં ઊર્જાનું સ્તર જળવાઈ રહે છે. તેનાથી શરીર તંદુરસ્ત રહે છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.