તમારી દિનચર્યામાં આટલી બાબતોની રાખશો કાળજી તો ક્યારેય નહીં પડો બીમાર, દર્દી બનીને નહીં જવું પડે દવાખાને.

મિત્રો સુખી અને સંપન્ન થવા માટે આજે દરેક વ્યક્તિ દિવસ-રાત એક કરીને મહેનત કરે છે. પરંતુ આ દોડધામમાં લોકો પોતાના આરોગ્ય પ્રત્યે બેદરકાર થઇ જાય છે. તેવામાં શરીરમાં કેટલીક સમસ્યાઓ ઘર કરી જાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે દિવસ-રાત એક કરતાં લોકોએ એક કહેવત સમજવી જરૂરી છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’. એટલે કે જો સ્વાસ્થ્ય સારું હશે તો જ બધું કામ નું છે. તમારી પાસે અઢળક રૂપિયા હોય પરંતુ તમારે દિવસ દરમ્યાન અનેક પ્રકારની ગોળીઓ ખાવી પડતી હોય તો તેવું સુખ કંઈ કામનું રહેતું નથી.

આજના સમયમાં લોકોને થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ નું મુખ્ય કારણ છે બહારનું ભોજન અને સતત બેસી રહેવાની જીવનશૈલી. બેઠાડું જીવન શૈલીના કારણે શરીર અનેક રોગોનું ઘર બની જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

શરીરમાં એક વાર રોગ ઘર કરી જાય પછી તેમાંથી મુક્તિ મેળવવી મુશ્કેલ થઈ જાય છે. તેવામાં જરૂરી છે કે રોગ થાય તે પહેલાં જ તમે તમારી દિનચર્યામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખો. જો તમે આ બાબતોની કાળજી રાખશો તો ક્યારેય બીમાર નહીં પડો.

આજના સમયમાં કેટલાક વ્યસનને લોકો સારી બાબત કરવા લાગ્યા છે. કેમકે દેખાદેખીમાં લોકો સિગારેટનું વ્યસન કરવા લાગે છે. ઘણા લોકો એવું માને છે કે સિગરેટ પીવી પૈસાદાર લોકો નું કામ છે તેથી આ માન્યતાના કારણે તેઓ પણ સિગરેટ પીવા લાગે છે. પરંતુ સિગરેટ પીવી સ્વાસ્થ્યને નુકસાન કરે છે. તેનાથી ફેફસાને નુકસાન થાય છે અને ઘણી વખત ફેલ થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ઉપરાંત આપણા શરીરનું અતિ આવશ્યક અંગ એવું લિવર પણ સ્વસ્થ રહે તે જરૂરી છે. નિરોગી શરીર રાખવું હોય તો લીવર સ્વસ્થ રહે તે જરૂરી છે. તેના માટે ચરબીયુક્ત આહાર અને વધારે કેલરીવાળો ભોજન કરવાનું ટાળવું જોઈએ. વધારે ચરબી યુક્ત આહાર પેટમાં જાય તો તે લીવર માટે જોખમી બને છે.

વધારે પડતું બહારનું ભોજન કરવાના કારણે હૃદય પર પણ અસર થાય છે. જો તમારી ઈચ્છા હોય કે તમારું હૃદય સ્વસ્થ રહે તો તેના માટે આજથી જ વધારે પડતું બહારનું ખાવાનું બંધ કરો અને આરોગ્યપ્રદ ભોજન કરો. આ સિવાય વધારે પ્રમાણમાં મીઠાઈ ખાવાનું ટાળો. કારણ કે મીઠાઈ ખાવાથી હૃદય ઉપર ખરાબ અસર થાય છે.

પેટ અને પાચન સંબંધિત સમસ્યાઓથી બચવું હોય તો ઠંડી વસ્તુઓ અને પીણાથી દૂર રહો. ઠંડી વસ્તુઓ ના વધારે પડતા સેવનથી પેટ સંબંધિત રોગ થાય છે અને પાચનશક્તિ પણ નબળી પડી જાય છે.

શરીર નીરોગી રહે તે માટે જરૂરી છે કે કિડની સ્વસ્થ રહે. કિડની આપણા શરીર માટે ફિલ્ટર જેવું કામ કરે છે કારણ કે કિડની શરીરના રક્તને શુદ્ધ કરે છે જો કિડની ખરાબ થાય તો રક્તનું શુદ્ધિકરણ અટકી જાય છે અને શરીરમાં ધીરે-ધીરે રોગ વધવા લાગે છે.

કિડની બરાબર કામ કરતી રાખવી હોય તો દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ સાથે જ રાતના સમયમાં ઓછું પાણી પીવું. આ સિવાય જ્યારે પણ સુવા જાઓ ત્યારે પેશાબ કરીને જવું જોઈએ જેથી કિડની ઉપર પ્રેશર ન રહે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment