મિત્રો કાળા ચણાનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. તેનો ઉપયોગ કઠોળ તરીકે અથવા તો પાણીપુરી, ભેળ જેવી વસ્તુઓમાં પણ કરવામાં આવે છે. આ ચણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે.
ચણા નું સેવન કરવાથી શરીરને અઢળક ફાયદા થાય છે. કહેવાય છે કે જે નિયમિત રીતે પલાળેલા કાળા ચણા ખાય છે તેની તબીયત ઘોડા જેવી રહે છે.
નિયમિત રીતે કાળા ચણા ખાવાથી શરીરમાં શક્તિ વધે છે. તેના માટે રોજ એક મુઠ્ઠી કાળા કણાને પાણીમાં પલાળી દેવા જોઈએ. સવારે ખાલી પેટ આ ચણા ખાઈ લેવા જોઈએ. જો તમે નિયમિત આ ક્રમ જાળવી રાખશો તો થોડા જ દિવસમાં તમે તમારા શરીરમાં ફેરફાર અનુભવશો.
શાકાહારી લોકોમાં પ્રોટીનની ઊણપ વધારે જોવા મળે છે. પ્રોટીનની ખામીના કારણે શરીરમાં ઘણી તકલીફો થાય છે. ત્યારે રોજ સવારે કાળા ચણા ખાવામાં આવે તો શરીરમાં પ્રોટીનની ઊણપ રહેતી નથી. કાળા ચણા ખાવાથી પ્રોટીનની ઊણપ સાથે લોહીની ઊણપ પણ દુર થાય છે.
પલાળેલા ચણા ફાયબરથી ભરપુર હોય છે. તેનાથી પાચનતંત્ર સુધરે છે. આ સાથે જ કાળા ચણા ખાવાથી શરીરમાંથી હાનિકારક ટોક્સિન બહાર નીકળી જાય છે. જેના કારણે પેટ સ્વસ્થ રહે છે. નિયમિત રીતે કાળા ચણા ખાવાથી કબજિયાત અને એસીડીટીની તકલીફથી પણ મુક્તિ મળી જાય છે.
ચણાને પલાળવાથી તેમાં એન્ટી ઓક્સીડન્ટનું પ્રમાણ વધી જાય છે. વળી તેમાં એવા ન્યુટ્રીએસ્ટ હોય છે જે રક્તપરિભ્રમણને પણ સુધારે છે. તેમાં રહેલા મિનરલ્સ લોહીને જાડુ થતુ અટકાવે છે. લોહી પાતળુ રહે છે જેના કારણે તેનું પરિભ્રમણ બરાબર રહે છે અને તેનાથી હાર્ટ પ્રોબ્લેમ દુર રહે છે.
ચણામાં સોલ્યુબલ ફાઈબર હોય છે જે ખરાબ એસિડને બહાર કાઢે છે અને આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડે છે. તેમાં રહેલું ડાયટરી ફાઈબર શરીર અને હાર્ટને હેલ્ધી રાખે છે.
કાળા ચણા માં વિટામીન અને મિનરલ્સ પણ ભરપુર હોય છે જે વાળ અને ત્વચા માટે પણ ઉત્તમ છે. તેનું સેવન કરવાથી વાળ ખરતાં બંધ થાય છે અને ત્વચાનું તેજ પણ વધે છે.
રોજ સવારે કાળા ચણા ખાવાથી શરીરમાં આખો દિવસ ઊર્જા રહે છે. કોઈપણ કામ કરવાથી થાક જણાતો નથી અને શરીરમાં સ્ફુર્તી રહે છે. કાળા ચણા નિયમિત ખાવાથી દુબળા માણસનું શરીર પણ લોખંડ જેવું મજબૂત થાય છે અને શરીર નિરોગી રહે છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.