આયુર્વેદ

કેરીની સિઝનમાં સવાર બપોર સાંજ કેરી ખાતા પહેલા ચેતજો, ખાવામાં કરશો અતિ તો શરીરમાં પ્રવેશી જશે આટલા રોગ.

મિત્રો ઉનાળો આવે કે લોકો રાહ જોવા લાગે કેરીની. વર્ષમાં થોડા મહિના માટે જ કેરી બજારમાં જોવા મળે છે. કેરીનો સ્વાદ એવો અદભુત હોય છે કે તેને ફળનો રાજા કહેવામાં આવે છે.

કેરી ફક્ત ગરમીની સિઝનમાં જ દરમિયાન મળે છે. તેથી જ કેરી આવતાની સાથે જ લોકો તૂટી પડે છે. નાના મોટા સૌ કોઈને ભાવતું આ ફળ વિટામીન એ, વિટામીન સી, વિટામિન ઈ, ફાઈબરથી ભરપૂર હોય છે.

વળી તેના સ્વાદની તો વાત જ અનોખી છે. એવી કોઈ વ્યક્તિ નહીં હોય જેને કેરી ન ભાવતી હોય. પરંતુ કદાચ તમે એ વાત જાણતા નહી હોય કે વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શરીરને નુકસાન થાય છે.

કેરીની સિઝનમાં લોકો સવાર-બપોર-સાંજ અલગ અલગ રીતે કેરી ખાતા હોય છે. પરંતુ કહેવાય છે ને કે અતિ એ નુકસાનકારક છે. જો વધારે પ્રમાણમાં કેરી ખાવામાં આવે તો કેટલાક રોગ થવાનું જોખમ વધી જાય છે. જેમકે

1. કેરી કુદરતી રીતે જ મીઠું ફળ છે. તેમાં કુદરતી મીઠાશ ની માત્રા ખૂબ જ વધારે હોય છે. તેવામાં જો તમે વધારે પ્રમાણમાં કેરી ખાઓ છો તો શરીરમાં બ્લડ શુગર લેવલ વધી જાય છે જેના કારણે ડાયાબિટીસ થઈ શકે છે.

2. કેરીમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. તેવામાં જો તમે વધારે પ્રમાણમાં કેરી ખાશો તો તમારું વજન ઝડપથી વધી જશે. તેથી કેરી નિયંત્રણમાં જ ખાવી જોઈએ વધારે પ્રમાણમાં કેરી ખાવી નુકસાનકારક છે.

3. કેરી ની તાસીર ગરમ હોય છે. તેવામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શરીરમાં પણ ગરમી વધી જાય છે. શરીરમાં વધેલી ગરમી ત્વચા પર દેખાય છે. કેરી વધારે પ્રમાણમાં ખાવાથી ખીલ, ફોડલી, લડાઈ જેવી તકલીફો થઇ શકે છે. તેથી નિયંત્રિત માત્રામાં જ કેરી ખાવી જોઈએ.

4. વધારે પ્રમાણમાં કેરી ખાવાથી ત્વચાની એલર્જી પણ થઈ શકે છે જો તમને પહેલાથી જ કોઈપણ પ્રકારની એલર્જી હોય તો દિવસ દરમ્યાન એક જ વખત કેરી ખાવી જોઈએ.

5. કેરીના ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેવામાં જો તમે વધારે પ્રમાણમાં કેરી ખાશો તો લૂઝ મોશન ની તકલીફ ચોક્કસથી થઈ શકે છે.

કેરી જોઈને ભાવતી હોય તેને તમે કોઈપણ સમયે કરી આપો તો તે ખાઈ જ રહી છે પરંતુ સવારે નાસ્તામાં અને બપોરે ભોજન માં કેરી ખાવી ઉત્તમ રહે છે.

સવારે નાસ્તામાં કેરી ખાવાથી દિવસભર શરીરને એનર્જી મળતી રહે છે. બપોરના સમયે કેરી ખાવાથી તેનું પાચન બરાબર થાય છે જેના કારણે સ્વાસ્થ્ય ખરાબ થતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *