હાર્ટ એટેક આવે તે પહેલાં શરીર આપે છે આ 6 સંકેત, સમયસર સમજી ગયા તો બચી જશે જીવન.

મિત્રો આજના સમયમાં મોટાભાગની નોકરી એવી હોય છે કે જેમાં કલાકો સુધી ઓફિસમાં બેસી રહેવાનું હોય છે. સતત એસીમાં બેસી રહેવું અને બહારનું ભોજન ખાવાના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધવા લાગી છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સાથે જ આજકાલ લોકોના કામ પણ વધારે પડતા ટેન્શનવાળા થઈ ગયા છે. બેઠાડું જીવનશૈલી અને સતત ચિંતા ના કારણે નાની ઉંમરમાં પણ લોકોને હાર્ટ અટેક આવવા લાગ્યા છે.

હાર્ટ અટેક ખૂબ જ ગંભીર સ્થિતિ છે જેમાં વ્યક્તિનો જીવ પર જોખમ ઊભું થઈ જાય છે. જોકે મોટા ભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં છ સંકેત જોવા મળે છે. આ છ સંકેતને સમજી અને સતર્ક થઇ જવામાં આવે તો જીવનું જોખમ ટળી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

1. જો તમે પૂરતી ઊંઘ કરી લીધી છે છતાં પણ તમને દિવસ દરમિયાન સતત થાક લાગે છે અને શરીરમાં નબળાઇ જણાય છે તો તે હાર્ટ અટેક પહેલા નું લક્ષણ હોઈ શકે છે.

હાર્ટ એટેક આવતા પહેલા ધમનીઓમાં બ્લોકેજ થાય છે અથવા તો તે સંકોચાઇ જાય છે. જેના કારણે હૃદયને વધારે મહેનત કરવી પડે છે જે હાર્ટ એટેકનું કારણ બને છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

2. શરીરનું કોઈ અંગ અચાનક નબળું લાગે અથવા તો અસહજ લાગે તો તુરંત જ સાવધાન થઈ જાઓ કારણકે આ સમસ્યા હાર્ટ અટેક સંબંધિત હોઈ શકે છે.

3. જ્યારે હૃદયમાં તકલીફ થવા લાગે છે ત્યારે શરીરના અન્ય અંગોમાં લોહી પહોંચાડવામાં હૃદયને વધારે મહેનત કરવી પડે છે. તેવામાં ધીરે ધીરે શરીર ની નસ ફુલવા લાગે છે જે શરીરમાં બહાર સોજા તરીકે દેખાય છે. જો શરીરમાં અચાનક સોજા દેખાય તો તુરંત જ ડૉક્ટરને દેખાડો. આ સિવાય હાર્ટ એટેક આવ્યાના થોડા દિવસ પહેલા હોઠ પણ ભુરા થવા લાગે છે.

4. જો તમને સતત શરદી અને ઉધરસ રહેતા હોય તો તમારે સાવધાન રહેવું જોઈએ. કારણ કે જ્યારે ફેફસામાં ઓક્સિજન પહોંચતું નથી ત્યારે શરદી અને ખાંસી રહે છે. આ સાથે જ ઠીક પણ ગુલાબી રંગ જેવું થઈ જાય છે. આ લક્ષણો હાર્ટ અટેક પહેલાંના હોઈ શકે છે.

5. જો તમે થોડા પણ દાદરા ચડો છો અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો આ વાતને ગંભીરતાથી લેવી. થોડી મહેનત કરવાથી પણ ચડતો શ્વાસ હાર્ટ એટેક સંબંધિત હોઈ શકે છે આવી સ્થિતિમાં તુરંત જ ડૉક્ટરની મુલાકાત લો.

6. જ્યારે હૃદય શરીરમાં રક્ત પરિભ્રમણ બરાબર કરી શકતું નથી ત્યારે શરીરમાં ઓક્સિજનની ખામી સર્જાઈ છે. આ સાથે જ મગજ સુધી પણ લોહી અને ઓક્સીજનનો પહોંચી શકતું નથી જેના કારણે હાર્ટએટેક આવી શકે છે.

Leave a Comment