આયુર્વેદ

વજન ઘટાડવાનો કારગર ઉપાય, આ 5 બાબતને ધ્યાનમાં રાખશો તો પણ ગરમીમાં બરફ પીગળે એમ ઓગળી જશે ચરબી, 100% ગેરંટી સાથે મળશે પરિણામ.

દોસ્તો વધતું વજન અનેક સમસ્યાને નોંતરે છે. એક તો તેનાથી શરીર બેડોળ થઈ જાય છે, બીજું તમે તમારી મનપસંદના કપડા પહેરી શકતા નથી, ત્રીજું અને સૌથી ગંભીર કે વધેલી ચરબીના કારણે અનેક ગંભીર રોગ પણ શરીરમાં પ્રવેશી શકે છે.

આ જોખમના કારણે લોકો પણ જાગૃત થવા લાગ્યા છે. એટલે જ તો વજન વધ્યાનું ભાન થયા બાદ લોકો ગાર્ડનમાં દોટ મુકે છે, ડાયટ પ્લાન ફોલો કરે છે, ઉપવાસ કરે છે, ભૂખ્યા રહે છે પરંતુ વધેલું વજન છે કે ટસનું મસ થતું નથી.

જો તમે પણ વધેલા વજનને ઘટાડવા આ પ્રકારના પ્રયત્નો કરીને હારીને બેસી ગયા છો તો તમને આજે એક સીક્રેટ જણાવીએ. આ સીક્રેટ છે કે તમારે વજન ઘટાડવા માટે વધારે કંઈ જ કરવાની જરૂર નથી.

તમારે માત્ર 5 બાબતને ધ્યાનમાં રાખવાની છે. આ 5 વાતોને ધ્યાનમાં રાખશો અને તેને ફોલો કરશો એટલે તમારું વજન અને વધેલી ચરબી બરફ ઓગળે એમ ઓગળી જશે.

1. વજન ઘટાડવું છે તો તમારે તમારી પ્રિય વસ્તુ ખાવાનું છોડી નથી દેવાની. તમારે માત્ર કેટલાક ફેરફાર કરવાના છે. જેમકે તમને ભાવે તે બધું જ ખાઓ પણ આ ભાવતી વસ્તુઓમાંથી મીઠાઈ અને વધારે કેલેરીવાળી વસ્તુઓની બાદબાકી કરી નાખો.

તેમ છતાં તમે ક્યારેક મર્યાદિત માત્રામાં મીઠી વસ્તુ ખાઈ પણ શકો છો. જેમકે સપ્તાહમાં એકવાર ખાઈ લો. કોઈ વાંધો નથી.

2. વજન ઘટાડવાનો પ્રયત્ન કરતાં લોકો જમતા પહેલા સલાડ ખાતા હોય છે. પરંતુ તેઓ એક ભુલ કરે છે કે આ સલાડને તે ભારે બનાવી દે છે જેના કારણે વજન ઘટતું નથી.

ટુંકમાં તમારે સલાડને હેલ્ધી અને ઓછી કેલેરી વાળુ કરવાનું છે. જો તમે સલાડમાં ક્રીમ, ચીઝ, પનીર વગેરે વસ્તુ ઉમેરતા હોય તો તે બંધ કરો. તેના બદલે ઓછી કેલેરીવાળા શાકભાજી અને સલાડનો ઉપયોગ કરો.

3. વજન ઘટાડવા માટે કલાકો સુધી કસરત કરવી પડે છે. આવા વિચાર આવે એટલે મન હારી જાય અને કસરત કરવાની શરુઆત જ આપણે ન કરીએ. પરંતુ એવું જરૂરી નથી.

તમે રોજ 30 મિનિટ ફાવે એવી કસરત કરી શકો છો. તમે જોગિંગ, સ્વીમિંગ વગેરે કરો તો પણ તમારા શરીરની 200થી વધુ કેલેરી બર્ન થાય તેથી નિયમિત રીતે 30 મિનિટ કોઈપણ શારીરિક શ્રમવાળી કસરત કરવી.

4. કદાચ તમે પણ એ વાતથી અજાણ હશો કે જે પણ આપણે ખાઈએ છીએ તેમાં બે પ્રકારના કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. એક રિફાઈન્ડ કાર્બ અને એટ જટિલ કાર્બ, સિફાઈન્ડ કાર્બ, ખાંડ, ચોખા, મેંદામાંથી મળે છે જ્યારે બીજા પ્રકારના કાર્બ ઓટ્સ, બ્રાઉન બ્રેડ, બ્રાઉન રાઈસમાંથી મળે છે. વજન ઘટાડવા માટે રિફાઈન્ડ કાર્બને લેવાનું ટાળવું જોઈએ.

5. હવે છેલ્લી અને મહત્વની વાત છે કે તમે દિવસ દરમિયાન જે પણ ખોરાક લો છો તેના પર નજર રાખો અને તેના માધ્યમથી તમે કેટલી કેલેરી લો છો તેનું માપ રાખો. દિવસ દરમિયાન જરૂરી કેલેરી શરીરને મળે પછી વધારાની કેલેરી લેવાનું ટાળો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *