દોસ્તો વજન ઘટાડવું છે. વજન ઘટાડવું છે, વજન ઘટાડવું છે… આવી રીતે માળા જપવાથી વજન ઘટતું નથી. સાથે જ વજન ભૂખ્યા રહેવાથી કે કલાકો સુધી જીમમાં મહેનત કરવાથી પણ સળસટાડ ઘટી જતું નથી. આમ કરવાથી વજન તો નહીં ઘટે પરંતુ શરીરમાં અન્ય સમસ્યા જરૂરીથી થઈ જશે.
વજન ઘટાડવા માટે સૌથી જરૂરી છે 3 કામ. આ ત્રણ કામ સાવ સરળ છે. તેને કરવાની આદત પાડી લેશો તો તમે પણ આલિયા ભટ્ટ જેવા સ્લીમ ટ્રીમ થઈ જશો.
ડાયટ કર્યા વિના અને જીમમાં ગયા વિના તમારું વજન ઘટી શકે છે તેના માટે માત્ર 3 બાબતો પર ફોકસ કરવાનું છે. આ ત્રણ બાબતો કઈ છે ચાલો જણાવી દઈએ.
હવે તમને એમ થશે કે આ શું ? તો જણાવી દઈએ કે આ બંને વસ્તુઓ ખૂબ જ જરૂરી છે. એક સાથે નહીં પણ અલગ અલગ. કહેવાનો અર્થ એ છે કે તમારે દિવસની શરુઆત પાણી પીને કરવાની છે.
સવારે બ્રશ કર્યા પછી સીધી ચાની ચુસ્કી નહીં પણ 2 ગ્લાસ પાણી પીવાનું છે. તેનાથી તમારું શરીરી ડિટોક્સ થશે અને મેટાબોલિઝમ વધશે.
ત્યારપછી સવારનો જે હળવો તડકો હોય તેમાં બેસવાનું કે વોક કરવાની છે. ટુંકમાં તડકામાં થોડો સમય કાઢવાનો છે. આ તડકાથી શરીરને વિટામીન ડી મળે છે. સવાના તડકામાં 30 મિનિટ રહેવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે.
વજન ઘટાડવું હોય તો પણ સવારનો નાસ્તો તો કરવાનો જ. સવારે નાસ્તો કરવાનું ટાળવું જોઈએ નહીં. તમારે વજન ઘટાડવા માટે ધ્યાન માત્ર એટલું રાખવાનું છે કે કેલેરી ઓછા પ્રમાણમાં હોય અને ફાયબરનું પ્રમાણ વધારે હોય.
નાસ્તો પ્રોટીન, ફાઈબર યુક્ત હશે તો પછી દિવસ દરમિયાન તમને વારે વારે ભુખ લાગશે નહીં કારણ કે તમારું પેટ ભરેલું હશે. તમે નાસ્તામાં નટ્સ, સીયા સીડ્સ જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. જે ચરબી ઓગાળવામાં મદદ કરે છે.
આ સિવાય તમે જ્યારે પણ નાસ્તો, લંચ કે ડીનર કરો ત્યારે ખોરાકને બરાબર રીતે ચાવીને ખાવો. આમ કરવાથી પેટ ઝડપથી ભરાશે અને ચાવવાની પ્રક્રિયા દરમિયાન વધારે કેલેરી બર્ન થશે.
સ્ટ્રેસથી દૂર રહો અને નિયમિત કસરત કરો. આ ખૂબ જ જરૂરી બાબત છે. વજન ઘટાડવા ઈચ્છતા લોકોએ દિવસની શરુઆત કસરત કે મેડીટેશનથી કરવી જોઈએ. ખાસ કરીને કસરત જે સવારે થાય છે તે દિવસ દરમિયાન અન્ય સમયે કરેલી કસરત કરતાં વધારે લાભકારી હોય છે.
તેથી શક્ય હોય તો સવારે જ સમય કાઢવો. તમે સવારે જાગીને સ્ટ્રેચિંગ પણ કરી શકો છો અથવા જોગિંગ. આ સાથે જ સ્ટ્રેસથી દૂર રહેવું પણ જરૂરી છે.
ઘણા લોકોને સ્ટ્રેસ દરમિયાન વધારે ભૂખ લાગે છે અને વારંવાર ખાવાથી વજન વધે છે. સ્ટ્રેસથી બચવા માટે રોજ સવારે 10 મિનિટ પણ આંખ બંધ કરી અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રીત કરવાની આદત પાડો. આમ કરવાથી મન શાંત થશે.