દોસ્તો સામાન્ય રીતે જ્યારે વજન વધવાની શરુઆત થાય છે ત્યારે સૌથી પહેલા ચરબી દેખાય છે પેટ અને કમરના ભાગે. આ ચરબીના કારણે શરીર બેડોળ થઈ જાય છે અને આ જગ્યાએ ટાયર જેવી ચરબી ડોક્યા કરે છે.
આ ભાગમાં ચરબી જામી જવાથી તમે તમારી મનપસંદના કપડા પહેરવામાં પણ સંકોચ અનુભવો છો. આ રીતે શરીરમાં ચરબી જામવાનું કારણ નબળી પાચનશક્તિ, બેઠાળુ જીવન હોય શકે છે. શારીરિક શ્રમનો અભાવ હોવાથી પેટની આસપાસ ચરબી જામવા લાગે છે.
આ સમસ્યા આજના સમયમાં મોટાભાગના લોકોને થાય છે. કારણ કે તેઓ સતત ઓફિસમાં એક જગ્યાએ બેસીને કામ કરે છે. જેના પરિણામે પેટની ચરબી વધે છે.
વધેલું વજન તો મહામહેનતે ઘટી પણ જાય. પરંતુ જો પેટ પર ચરબીનો થર જામી ગયો તો પતી ગયું.. કારણ કે તેને દૂર કરવું જરા મુશ્કેલ કામ છે. જો કે આ મુશ્કેલ કામને સરળ કરવાનો પણ રસ્તો છે. આ રસ્તો અઘરો નથી એકદમ સરળ છે.
તમારે પેટની ચરબીને ફટાફટ દૂર કરવી હોય અને ફ્લેટ બેલી મેળવવી હોય તો તેના માટે તમારે અહીં દર્શાવેલા ચારમાંથી કોઈ એક પીણાને પીવાની શરુઆત કરવાની છે. આ શરુઆત કર્યાના 15 જ દિવસમાં તમને ફરક દેખાવા લાગશે.
1. જીરાનું પાણી – જીરું એવી વસ્તુ છે જેનો ઉપયોગ રોજ રસોડામાં દાળ-શાકના વઘારમાં થાય છે. પરંતુ આ જીરું તમારા માટે ફેટર્બનર પણ સાબિત થઈ શકે છે. જીરું પેટની ચરબી ઘટાડી શકે છે. પેટની ચરબી ઘટાડવા માટે વર્કઆઉટ કર્યાની સાથે જીરાનું પાણી પીવાની આદત પાડો.
2. વરિયાળીનું પાણી – ગરમીમાં વરિયાળી ખૂબ જ લાભ કરે છે. આ સિવાય તેનો ઉપયોગ તમે મુખવાસ તરીકે પણ કરતાં જ હશો. પરંતુ આજે તમને જણાવીએ કે આ વરિયાળી તમારા વધેલા પેટને ઘટાડી પણ શકે છે. તેના માટે ખાંડ વિનાનું વરિયાળીનું પાણી પીવું જોઈએ.
3. અજમાનું પાણી – અજમો પેટ સંબંધિત સમસ્યા દૂર કરે છે. શરીરનું મેટાબોલિધમ વધારવા માટે અજમાનું સેવન કરવું જોઈએ. અજમાનું પાણી પીવાથી પેટની તકલીફો તો દૂર થાય જ છે પરંતુ તેનાથી પેટની ચરબી પણ ફટાફટ ઓગળે છે.
4. ગ્રીન ટી – વજન ઘટાડવા માટે તમે ગ્રીન ટીનો ઉપયોગ કરવાની વાત સાંભળી જ હશે. કારણ કે તેમાં એન્ટી ઓક્સીડન્ટ તત્વ ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી ચરબી ઝડપી ઘટે છે. એક દિવસ દરમિયાન ઓછામાં ઓછી એક કપ ગ્રીન ટી જરૂરથી પીવી.