આયુર્વેદ

આ ચાર પૈકી અજમાવો કોઈ એક ઉપાય, સફેદ વાળથી કાયમ માટે મળી જશે મુક્તિ, વાળ બની જશે ઘાટા અને ચમકદાર.

દોસ્તો આજના સમયમાં સફેદ વાળની સમસ્યા થવી એકદમ સામાન્ય છે. કારણ કે મોટાભાગના લોકો પ્રદૂષણ યુક્ત જીવનશૈલી ના શિકાર બની ગયા છે અને તેના લીધે વાળ એકદમ સફેદ થઈ ગયા છે. આ સાથે ખોટા ખાનપાનને કારણે પણ વાળ સફેદ થઈ જાય છે. જો તમે પણ સફેદ વાળની સમસ્યાથી પરેશાન થઈ ગયા છો તો તમારે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવવા જોઇએ.

હકીકતમાં જ્યારે તમે કોસ્મેટિક અને બહારની વસ્તુઓનો ઉપયોગ વાળમાં કરો છો તો વાળ કાળા તો થઈ જાય છે પંરતુ પાછળ જતા તે નુકસાનનું કારણ બની શકે છે. તેથી તમારે શક્ય હોય ત્યાં સુધી વાળમાં નેચરલ વસ્તુઓ લગાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તો ચાલો આપણે એક પછી એક આ બધી વસ્તુઓ વિશે જાણીએ.

તમે સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા માટે બ્લેક ટીનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં બ્લેક ટીમાં ટેનિન એસિડ મળી આવે છે, જે વાળને કુદરતી રીતે કાળા કરવાનું કામ કરે છે. આ માટે તમારે સૌથી પહેલાં ગરમ પાણી લેવું પડશે અને,

તેમાં ચા પત્તી ઉમેરવી પડે છે. ત્યારબાદ પાણીનો થોડો સમય માટે ગરમ થવા દેવું જોઈએ. હવે આ પાણીમાં અડધો કલાક સુધી વાળને પલાળી રાખવા જોઇએ. આ ઉપાય કરવાથી તમારા વાળ એકદમ કાળા થઈ જશે અને તમે આસાનીથી વાળ સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકશો.

તમે કુદરતી રીતે વાળને કાળા કરવા માટે કોફી અને બ્લેક ટીનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા કોફીના ત્રણથી ચાર ટુકડા લેવા જોઈએ અને તેને પીસીને પાવડર બનાવી લેવો જોઈએ.

હવે તેને ત્રણ કપ પાણી ઉમેરી દેવી જોઈએ. ત્યાર બાદ તમારે આ ત્રણેય થોડીક થોડીક બ્લેક ટી ઉમેરવી પડશે. હવે આ પાણીને એકદમ ગરમ કરીને વાળમાં લગાવા નો રહેશે. આ ઉપાય કરવાથી પણ તમારા વાળ કાળા થઇ જશે.

તમે સફેદ વાળને કાળા કરવા માટે અજમા અને બ્લેક ટી નો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા બે ચમચી મહેંદીની જરૂર પડશે. હવે તમારે બે ચમચી અજમો અને બે બ્લેક ટી ની બેગ લઈને તેને સરખા ભાગમાં બે ચમચી મહેંદી ઉમેરી દેવી પડશે.

ત્યારબાદ આ બધા જ મિશ્રણને પાણીમાં ઉમેરી ને ગરમ કરવા માટે મૂકી દેવું જોઇએ અને જ્યારે પાણી ગરમ થઈ જાય ત્યારે તેનાથી વાળ ધોવા જોઈએ. આ ઉપાય કરવાથી પણ તમારા સફેદ વાળ કાળા થઇ જશે.

હવે તમે સમજી ગયા હશો કે તમે બ્લેક ટીનો ઉપયોગ કરીને સફેદ વાળને કાળા કરી શકો છો પરંતુ તમારે જાણવું જોઈએ કે ફક્ત બ્લેક ટીનો ઉપયોગ કરીને વાળને કાળા કરી શકતા નથી. આ માટે તમારે વાળના સ્વાસ્થ્યની સંભાળ લેવી પણ ખુબ જરૂરી બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *