આયુર્વેદ

ઉનાળામાં વધારે થતી પેશાબની તકલીફોનો જાણો દેશી ઈલાજ, પેશાબની બળતરા, પેશાબ અટકવો, દુખાવો બધી જ સમસ્યા થશે દૂર.

દોસ્તો હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે. આ સમય દરમ્યાન છું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં ન આવે તો ગરમી ના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. દોડધામ ભરેલી દિનચર્યામાં જ્યારે પૂરતા પ્રમાણમાં પાણી પીવામાં ન આવે ત્યારે પેશાબ સંબંધી સમસ્યાઓ થવા લાગે છે.

ઉનાળાના સમયમાં મોટાભાગના લોકોને આ તકલીફ સતાવતી હોય છે ત્યારે આજે તમને કેટલાક દેશી ઉપચાર જણાવીએ કે પેશાબ સંબંધી દરેક સમસ્યામાં અકસીર સાબિત થશે.

ગરમીના દિવસોમાં આવી સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે. આજે તમને જે દેશી ઇલાજ જણાવી યે તેને અજમાવવાથી પેશાબમાં થતી દરેક સમસ્યામાંથી છુટકારો મળશે.

પેશાબમાં બળતરા, પેશાબ અટકી અટકીને આવવો, દુખાવો થવો વગેરે તકલીફો કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. પરંતુ ગરમીના સમયમાં ૪૦ વર્ષથી વધુની ઉંમરના લોકોને આ તકલીફ વધારે પ્રમાણમાં થાય છે. મોટી ઉંમરના લોકોને વારંવાર પેશાબ કરવા જવું પડે છે.

આ સિવાય જ્યારે ગરમીના સમયમાં પેશાબનો રંગ બદલી જાય ત્યારે પણ તે ગંભીર સમસ્યાનો સંકેત હોય છે. જ્યારે પેશાબ સંબંધી કોઈ તકલીફ થઇ હોય છે ત્યારે પેશાબનો રંગ લાલ અથવા વધારે પડતો પીળો થઇ જાય છે. જ્યારે આવું થાય ત્યારે સમજી લેવું કે મૂત્રાશયમાં ઇન્ફેક્શન થયું છે.

આ સિવાય કિડનીમાં અથવા તો મૂત્રમાર્ગ માં કોઈ સમસ્યા હોય ત્યારે પણ પેશાબને લગતી તકલીફો ઉભી થાય છે. જેને આ પ્રકારની કોઇ તકલીફ થાય છે ત્યારે તે લોકોને વારંવાર પેશાબ કરવા જવું પડે છે. જેના કારણે લોકો સંકોચ અનુભવતા હોય છે. આવી સ્થિતિમાં આજે તમને આયુર્વેદિક ઉપચાર વિશે જણાવીએ.

પેશાબને લગતી કોઈપણ તકલીફ હોય ત્યારે આ ઉપાય કરવાથી તુરંત આરામ મળે છે.. તેના માટે 25 એમએલ આમળાનો રસ લેવો. તેને એક કપ પાણી ઉમેરીને પી જવાનો છે.

આ પાણી પીધા પછી એક કેળુ ખાઈ લેવું. આ ઉપાય કરવાથી વારંવાર પેશાબ જવાની તકલીફથી છૂટકારો મળે છે આ ઉપરાંત અટકી-અટકીને આવતા પેશાબની તકલીફ દૂર થાય છે.

આ સિવાય તમે અન્ય એક ઉપાય પણ કરી શકો છો. જો પેશાબ કરવામાં તકલીફ રહેતી હોય તો એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી એરંડિયું તેલ ઉમેરીને પી જવાનું છે. આ ઉપાય નિયમિત કરવાથી પેશાબ સંબંધી કોઈપણ સમસ્યા દૂર થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *