વર્તમાન સમયમાં નાની ઉંમરના લોકોને પણ સાંધા ઘુટણ અને હાડકાના દુખાવા ની ફરિયાદ રહે છે. તેનું કારણ છે કે લોકોની જીવનશૈલી ખૂબ જ બદલાઈ ગઈ છે.
હેલ્ધી લાઈફ સ્ટાઈલને કારણે લોકોને સાંધાના દુખાવા ઝડપથી થવા લાગે છે. સાંધાના દુખાવાની તકલીફ ખૂબ જ અસહ્ય હોય છે. આ તકલીફમાં હાલવુ ચાલવું પણ મુશ્કેલ થઈ જાય છે.
દુખાવાથી કંટાળીને લોકો તેનાથી રાહત મેળવવા માટે દવાઓ લેતા હોય છે. પરંતુ આ પ્રકારની પેઇનકિલર લાંબા સમયે શરીરને નુકસાન કરે છે. ત્યારે આજે તમને કોઇ પણ પ્રકારનાં સાંધાના કે હાડકાના દુખાવા ની માત્ર બે જ દિવસમાં દૂર કરી દે તેવી અકસીર દવા વિશે જણાવીએ.
સાંધાના દુખાવા ની કાયમ માટે દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર એકદમ અકસીર છે. તે દુખાવા દૂર કરે જ છે પરંતુ ખાસ વાત એ છે કે તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. તો ચાલો જણાવીએ કે તમે સાંધાના દુખાવાથી મુક્તિ કેવી રીતે મેળવી શકો છો.
1. સાંધાનો દુખાવો હોય ત્યારે આદુનો ઉપયોગ કરવો જોઈએ. ભોજનમાં આદુનો ઉપયોગ સ્વાદ વધારવા માટે થાય છે. પરંતુ આદુનો ઉપયોગ કરીને તમે તમારા સાંધાના દુખાવા દૂર કરી શકો છો. આદુની તાસીર ગરમ હોય છે. તેથી તેને દુખતા સાંધા પર લગાડવાથી દુખાવાથી રાહત મળે છે.
2. સરસવનું તેલ પણ સાંધાના દુખાવાથી રાહત આપી શકે છે. સરસવનું તેલ શરીરની બળતરા ને પણ દૂર કરે છે અને દુખાવો પણ ઘટાડે છે. જે જગ્યાએ દુખાવો થતો હોય ત્યાં સરસવના તેલથી માલિશ કરવાની શરૂઆત કરી દો બે જ દિવસમાં દુખાવાથી રાહત અનુભવશો.
3. હળદર પણ દુખાવાને ઓછો કરે છે. હળદર એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. હાડકા અને સાંધાના દુખાવા હોય ત્યારે રોજ રાતે હૂંફાળા દૂધમાં હળદર ઉમેરીને પીવું જોઈએ થોડા જ દિવસમાં દુખાવાથી રાહત અનુભવાશે.
4. ઘુટણ નો દુખાવો અસહ્ય હોય અને ચાલવામાં પણ તકલીફ પડતી હોય તો મેથીના દાણા ખાવાની શરૂઆત કરી દો. તેથી શરીર ને મજબૂત બનાવે છે.
તેના માટે મેથીનો પાઉડર કરી તેને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો. હવે રોજ હૂંફાળા પાણીમાં આ પાઉડર ઉમેરીને સવારે અને સાંજે ખાઇ લેવો. આ ઉપાય પણ કરવાની શરૂઆતની સાથે જ અસર દેખાડવા લાગે છે.