મિત્રો નાભિ આપણા શરીરનું એક મહત્વનું અંગ છે. જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે તેને નાભી ની મદદથી જ પોષણ મળે છે. બાળક પોતાની માતા સાથે નાભિથી જ જોડાયેલું હોય છે. પરંતુ આ અંગ વિશે લોકોને કેટલીક જાણકારી હોતી નથી. આ અંગ શરીરની કાયાપલટ કરી શકે છે. આજે તમને નાભિ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ ઉપાયો જણાવીએ.
નાભિ આપણા શરીરનું એટલું મહત્વનું અંગ છે કે જો તમે રોજ ઘીના બે ટીપા પણ તેમાં લગાવી દેશો તો તમારા શરીરમાંથી અનેક બીમારીઓ દૂર થઈ જશે.
તમે ખુદ પણ આશ્ચર્યમાં પડી જશો પોતાના શરીરની કાયાકલ્પ જોઈને. માત્ર પંદર દિવસ આ પ્રયોગ કરવાથી પણ તમે અનુભવશો કે તમારા શરીરની અનેક સમસ્યાઓ દવા વિના જ દૂર થવા લાગી છે.
આ એક નેચરલ થેરાપી છે. જે અનુસાર નાભિ પર ફક્ત કી લગાડવાથી ત્વચા સંબંધિત બીમારીઓ પણ મટી જાય છે. તમે કદાચ એ વાતથી અજાણ હશો કે માણસની નાભિ માં ૭૦ હજારથી પણ વધારે રક્તવાહિનીઓ હોય છે.
એટલે જ નાભિ પર ઘી લગાડવાથી અને અલગ અલગ લાભ થાય છે. આજે તમને જણાવીએ કે નાભિ પર ઘી લગાડવાથી કેટલા લાભ થાય છે.
1. જો ઘુટણ નો દુખાવો હોય તો દેશી ઘીને ગરમ કરી ને નાભી પર લગાડવું જોઈએ. આ સિવાય ઘૂંટણ પર પણ તેને લગાડી શકાય છે. તેનાથી દુખાવામાં રાહત મળશે.
2. નાભિ નો સંબંધ હોંઠ સાથે પણ હોય છે. જે લોકોને ઠંડીની ઋતુ સિવાય પણ હોઠ ફાટી જવાની તકલીફ હોય તેમણે રોજ રાતે નાભી ઉપર ઘી લગાડીને માલિશ કરવી જોઈએ. તમે સવારે ઊઠીને અનુભવશો કે હોઠ તમારા એકદમ મુલાયમ થઇ ગયા છે.
3. રાત્રે સૂતા પહેલાં નાભિમાં ઘી લગાડવાથી વાળ પણ મજબૂત થાય છે અને ખરતા વાળની સમસ્યા અટકે છે.
4. વધતી ઉંમર સાથે ઘણા લોકોને હાથ અને પગ માં ધ્રુજારી થવાનું શરૂ થાય છે. વૃદ્ધ લોકોને આ સમસ્યા ખૂબ જ સતાવતી હોય છે. તેઓ પણ રાત્રે નાભિની આજુબાજુ ઘીથી માલિશ કરે છે તો શરીરમાં થતી ધ્રુજારી દૂર થાય છે.
5. ઘણાં લોકોને ચહેરા પર ખીલ અને ડાઘ ની સમસ્યા હોય છે જેના કારણે તેમની સુંદરતા ઘટી જાય છે. આ તકલીફ મટાડવા માટે પણ રાત્રે નાભિમાં ઘી લગાડીને સૂઈ જવું જોઈએ. થોડા જ દિવસોમાં તમે અનુભવશો કે તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે.