બાકસની સળી જેવા દુબળા લોકોનું પણ ફટાફટ વધશે વજન, આડઅસર વિના વજન વધારવાની છે આ બેસ્ટ ટિપ્સ.

મિત્રો વધેલું વજન ઘટાડવું જેટલું મુશ્કેલ છે એટલું જ મુશ્કેલ છે વજન વધારવું. જ્યારે શરીરમાં ચરબીના થર જામી જાય છે ત્યારે તેને ઉતારવામાં ખૂબ જ મહેનત કરવી પડે છે. કારણ કે ઊંચાઈ પ્રમાણે વજન હોય તો શરીર સ્વસ્થ રહે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેથી જ જો ઊંચાઈ વધારે હોય અને તેના પ્રમાણમાં વજન ન હોય તો પણ સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. વજન વધારવા માટે સૌથી પહેલાં તો પાચનશક્તિને બરાબર કરવી પડે છે. વધારે પડતું ઓછું વજન હાનિકારક હોય છે.

જો તમને ભૂખ ઓછી લાગતી હોય તો પહેલા તો એવો ઉપાય કરવો પડે જેના કારણે ભૂખ લાગે અને તમે ખોરાક લઈ શકો. તેના કારણે વજન વધે છે. જો તમને ભૂખ ઓછી લાગતી હોય અને બરાબર ખોરાક ખાઈ શકતા ન હોય તો આ ઉપાય કરવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેના માટે જમ્યાની એક કલાક પહેલા આદુની પેસ્ટ માં સિંધવ મીઠું અને લીંબુનો રસ ઉમેરીને ખાઈ થઈ જવું. આદુ નબળી પાચન શક્તિને મજબૂત કરે છે. જેના કારણે શકાય છે અને વજન વધવા લાગે છે.

આ સિવાય શરીરનું વજન વધારવા માટે એક મુઠ્ઠી ચણાને રાત્રે પાણીમાં પલાળી દેવા. સવારે આ ચણા ને બાફીને તેનું સેવન કરવું. નિયમિત રીતે બાફેલા ચણા ખાવાથી શરીરનું વજન વધે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

રોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં દેશી ઘી અને મધ ઉમેરીને પીવાથી શરીર નું વજન ઝડપથી વધે છે. આ દૂધ જમ્યા પછી બે કલાક રહીને પીવાનું છે.

આ સિવાય દિવસ દરમિયાન પ્રોટીન અને ફેટી યુક્ત આહાર કરવાથી શરીરનું વજન વધે છે દિવસ દરમિયાન ઘીનું સેવન કરવાથી વજનને બદલે ચરબી વધે છે તેથી વજન વધારવા માટે પ્રોટીન યુક્ત આહાર લેવો.

વજન વધારવા માટે ફાસ્ટ ફૂડ ખાવું પણ જરૂરી નથી ફાસ્ટ ફૂડ ખાશો તો શરીરમાં ચરબી વધશે તેથી પૌષ્ટિક આહાર ફળ અને શાકભાજી વધારે લેવા જોઈએ.

જોકે વજન પણ એટલું જ વધારવું જોઈએ જેથી ઊંચાઈ અને વજન બરાબર સંતુલનમાં રહે. જો ઊંચાઈ હોય તેના પ્રમાણ કરતાં વધારે વજન હોય તો શરીરમાં સમસ્યા થવા લાગે છે. અને શરીર નો દેખાવ પણ ખરાબ લાગે છે.

એટલે જ તો વજન પ્રમાણે ઊંચાઈ અને ઊંચાઈ પ્રમાણે વજન બરાબર સંતુલન માં હોવું જોઈએ. બંનેનું સંતુલન ના હોય તો ઘણી બધી બીમારીઓ શરીર માં આવે જ છે.

Leave a Comment