દોસ્તો ઉનાળાના દિવસો ખૂબ જ અઘરા પડે છે. આ સમય દરમ્યાન અને એક બીમારી થવાનું જોખમ વધી જાય છે. તેમાં સૌથી વધુ બીમારીઓ વધારે પડતી ગરમીના કારણે થાય છે. તેમાં સૌથી મોટી સમસ્યા છે ડીહાઇડ્રેશનની.
શરીરમાં જ્યારે પાણીની ઉણપ સર્જાય છે ત્યારે ડિહાઇડ્રેશન થઈ જાય છે. ઉનાળા દરમિયાન શરીરને વધારે પ્રમાણમાં પાણીની જરૂર હોય છે તેની સામે જ્યારે આપણે ઓછું પાણી પીએ છીએ ત્યારે બીમારીઓ ઘર કરી જાય છે.
પાણી પીવાથી શરીર ની ઘણી બધી બીમારી ઓ દૂર થાય છે. પથરી ની સમસ્યા પણ વધુ પાણી પીવાથી દૂર થાય છે. જીવન તંદુરસ્ત રાખવા માટે પાણી અતિ આવશ્યક છે.
તેવામાં ઉનાળામાં થતી ડીહાઇડ્રેશનની સમસ્યાને દૂર કરવા માટે આજે તમને એક ખાસ રસ્તો બતાવીએ. આ એક કામ સવારના સમયે કરી લેવાથી તમને ઉનાળામાં થતી ડીહાઇડ્રેશન અને ત્વચાની સમસ્યા થી મુક્તિ મળી જશે. તેના માટે તમારે રોજ સવારે ધાણા અને ગોળનું પાણી પીવાનું છે.
ધાણા માં રહેલા ગુણ શરીરની કુદરતી ઠંડક આપે છે અને સાથે જ ત્વચાના રોગો પણ દુર કરે છે. આ પાણી તમારે રોજ સવારે પીવાનું છે. તો ચાલો સૌથી પહેલાં જણાવીએ કે ધાણાનું પાણી બનાવવાનું કેવી રીતે.
તેના માટે રાત્રે સૂતા પહેલા 8 ગ્રામ ધાણાને 50 એમએલ પાણીમાં પલાળી દેવાના છે. સવારે આ પાણી ને ગાડી તેમાં ગોળ અથવા સાકર ઉમેરીને તેનું સેવન કરવાનું છે. સવારના સમયે આ પાણી પી લેવાથી ડીહાઇડ્રેશનની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
આ પાણી પીવાથી પિત્તની સમસ્યા પણ મટે છે. ગરમીમાં જેને પિત્ત વારંવાર થતું હોય તેણે ભૂખ્યા પેટે આ પાણી પી લેવું જોઈએ તેનાથી તુરંત રાહત મળે છે.
ડિહાઇડ્રેશન ની સમસ્યા દૂર કરવા પાણી માં લીંબુ, ગોળ અને મીઠું મિક્સ કરીને આ પાણી પીવું જોઈએ. તેનાથી શરીર તંદુરસ્ત રહે છે.
દિવસ માં ઓછા માં ઓછું ત્રણ થી ચાર લિટર પાણી તો પીવું જ જોઈએ. ઉનાળામાં તો પાંચ થી સાત લિટર પાણી પીવું જોઈએ. જેનાથી ડિહાઇડ્રેશન ની સમસ્યા રહેતી નથી.
ડિહાઇડ્રેશન ની સમસ્યા હોય ત્યારે થાક વધુ લાગે છે. તેના માટે સાકર અને મીઠું નાખીને પાણી પીવું જોઈએ.