અદભુત ઔષધી છે આમળા, આ રીતે કરશો તેનો ઉપયોગ તો ત્વચાની સમસ્યાથી લઈને હૃદયરોગમાં પણ થશે લાભ.

દોસ્તો આમળા નો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. આમળાને અદભુત ઔષધી કહેવામાં આવે છે. કારણ કે તે ગુણોનો ભંડાર છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના બધા લોકોને રોજ આમળા ખાવા જોઈએ. તેનાથી સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. વળી આમળાનું સેવન કરવાથી ત્વચા અને વાળને પણ લાભ થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જેટલા ગુણ આમળામાં હોય છે તેટલા અન્ય કોઇ ફળ માં હોતા નથી. આમળાને અલગ અલગ રીતે ખાઇ શકાય છે આમળાનો મુરબ્બો, અથાણું, મુખવાસ બનાવીને ખાઈ શકાય છે.

આમળામાં જે ઔષધીય ગુણ હોય છે એના કારણે તેનો ઉપયોગ કેટલાક રોગની દવા તરીકે પણ કરવામાં આવે છે. આપણા વિટામીન-સી, વિટામીન-એ, બી કોમ્પ્લેક્સ વગેરેથી ભરપૂર હોય છે. આમળાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વાઈરલ બીમારીઓથી મુક્તિ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આમળાની સાકર સાથે ખાવાથી શરીરને ઘણા લાભ થાય છે. કેમકે જ્યારે વધારે પ્રમાણમાં હેડકી આવતી હોય કે ઉલટી થતી હોય ત્યારે સાકર અને આમળા ખાવાથી તુરંત જ આરામ મળે છે.

આંખમાં મોતિયો આવ્યા ની સમસ્યા હોય અથવા તો આંખનું તેજ ઓછું થઈ ગયું હોય તેવા લોકો નિયમિત રીતે આમળા ખાવા જોઈએ. આમળાને મધ સાથે મિક્સ કરીને ખાવાથી આંખનું તેજ વધે છે અને મોતિયાની સમસ્યા દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઉંમર વધે તેની સાથે ચહેરા ઉપર દેખાતી કરચલીઓ થી મુક્તિ મેળવવા માટે પણ આમળાનો ઉપયોગ કરી શકાય છે. આમળાને દૂધ સાથે લેવાથી ફાયદો થાય છે.

જેને કબજિયાત રહેતી હોય તેણે એક ચમચી આમળાના ચૂર્ણને દૂધ સાથે લેવું જોઈએ તેનાથી આંતરડા સાફ થાય છે અને કબજીયાત મટે છે.

વધારે વજન, હૃદયરોગ, પાચનની સમસ્યા, ખરતા વાળ વગેરે તકલીફોમાં આમળા અને એલોવેરા જ્યૂસને સમાન માત્રામાં લઈને તેનું સેવન કરવાથી લાભ થાય છે.

આમળામાં રહેલા પોષક તત્વો વાળને વધારે છે અને મજબૂત પણ બનાવે છે તેથી આમળાનું સેવન કરવાથી વાળને લગતી સમસ્યાઓ દૂર થાય છે. આમળાનું સેવન કરવાથી રક્ત દરેક અંગ સુધી પહોંચે છે.

જો વાળ સફેદ થવા લાગ્યા હોય અને વધારે પ્રમાણમાં ખરતા હોય તો એક ચમચી મધ, બે ચમચી દહીં અને આમળાનો પાવડર મિક્સ કરીને વાળમાં 30 મિનિટ સુધી લગાવી રાખો.

હમણાં કેલ્શિયમ પણ હોય છે તેનો જ્યુસ રોજ પીવાથી હાડકાં મજબૂત થાય છે અને સાંધાના દુખાવા, ગઠીયો વા વગેરે તકલીફ મટે છે.

આમળામાં રહેલા એન્ટિ ડાયાબિટીક ગુણ શરીરમાં બ્લડ શુગર કંટ્રોલ માં કરે છે. તેનાથી શરીરમાં ઈન્સ્યુલિનની લેવલ વધે છે અને કોલેસ્ટ્રોલ ઘટે છે.

Leave a Comment