તમારા ચહેરા પર લગાવી દો આ એક પાવડર, ખીલ, ડાઘ, કરચલીઓથી મળશે અઠવાડિયામાં મુક્તિ.

દોસ્તો તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવી એ તમારી ત્વચાની સંભાળ રાખવા જેટલું જ મહત્વપૂર્ણ છે. કારણ કે ત્વચાની યોગ્ય કાળજી ન લેવાથી ત્વચાની સમસ્યા થઈ શકે છે પરંતુ, જો તમે ચહેરા માટે જીરાનો ઉપયોગ કરો છો, તો તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કારણ કે, જીરું ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, તેની સાથે જ જીરામાં એવા ઘણા તત્વો પણ જોવા મળે છે, જે ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. તેમજ જીરાનો ફેસ પેક ચહેરા પર લગાવવાથી પણ ચહેરા પર ચમક આવે છે.

આજકાલ મોટાભાગના લોકોમાં પિમ્પલ્સની ફરિયાદ જોવા મળે છે. પરંતુ જો તમે જીરાથી બનેલો ફેસ પેક લગાવો તો તેનાથી પિમ્પલ્સની ફરિયાદ દૂર થઈ જાય છે અને ચહેરો સાફ થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જીરુંનો ફેસ પેક ત્વચાને ચમકદાર બનાવવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે જીરામાં વિટામિન ઈ સારી માત્રામાં જોવા મળે છે. તેથી આ ફેસ પેકને ચહેરા પર લગાવવાથી ચહેરાની ગંદકી સાફ થાય છે અને ચહેરો ચમકદાર બને છે.

સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે દેખાતા લક્ષણોને ઘટાડવા માટે જીરુંનો ફેસ પેક ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જીરામાં વૃદ્ધત્વ વિરોધી ગુણો હોવાથી આ ફેસ પેકને ચહેરા પર લગાવવાથી કરચલીઓ દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હાલમાં બદલાતા હવામાનને કારણે અથવા પ્રદૂષણના કારણે મોટાભાગના લોકોની ત્વચા ડ્રાય થઈ જાય છે, પરંતુ જો તમે જીરાથી બનેલો ફેસ પેક ચહેરા પર લગાવો છો તો તેનાથી ત્વચામાં ભેજ જળવાઈ રહે છે. કારણ કે જીરામાં વિટામિન ઈ મળી આવે છે અને વિટામિન ઈ ત્વચાને ભેજ આપવામાં મદદરૂપ સાબિત થાય છે.

મૃત ત્વચાના કોષોની ફરિયાદ થવા પર ચહેરો નિર્જીવ લાગવા લાગે છે, પરંતુ જો તમે જીરાનો ફેસ પેક ચહેરા પર લગાવો તો તે ડેડ સ્કિન સેલ્સની ફરિયાદ દૂર કરે છે. તેમજ ચહેરો પણ સ્વચ્છ રહે છે.

ચહેરા પર સોજાની ફરિયાદ હોય તો પણ જીરાનો ફેસ પેક ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે જીરામાં બળતરા વિરોધી અસર હોય છે, જે બળતરાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

જીરાનો ફેસ પેક બનાવવા માટે જીરાને પીસીને પાવડર બનાવો જોઈએ. ત્યારબાદ એક ચમચી જીરા પાવડરમાં એક ચમચી મધ અને બદામનું તેલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવી જોઈએ, ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર લગાવવી જોઈએ, ત્યારબાદ 10 મિનિટ પછી ચહેરો ધોઈ લેવો જોઈએ.

Leave a Comment