સ્વાદમાં મીઠી સાકર શરીરને બનાવી છે નીરોગી, એકસાથે આટલા બધા રોગો ભાગી જાય છે દૂર.

દોસ્તો જે વસ્તુઓમાં ખાંડનો ઉપયોગ થાય છે તેમાં કેટલાક લોકો સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સાકર નો ઉપયોગ કરે છે. વર્તમાન સમયમાં સાકરના લાભ વિશે લોકો જાણતા થયા છે જેના કારણે ખાંડનો ઉપયોગ બંધ કરીને સાકર નો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેમ છતાં ઘણા લોકો સાકર થી થતા લાભ વિશે જાણતા નથી હોતા. તેવામાં આજે તમને સાકર થી થતા ફાયદા અને કેટલાક અસરકારક ઉપાયો વિશે જણાવીએ.

સાકર ખાદ્ય સામગ્રીમાં મીઠાશ વધારે છે. તેની સાથે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં દવા જેવું કામ પણ કરે છે. તો ચાલો તમને જણાવીએ કે કઈ કઈ તકલીફોમાં સાકરનો દવાની જેમ ઉપયોગ કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો પેટમાં દુખાવો હોય કે પાચન સંબંધિત સમસ્યા હોય તો લીમડાનાં પાનમાં સાકર ઉમેરીને ખાઈ જવી. તેનાથી પેટમાં વિકારો દૂર થાય છે.

ગળામાં કોઈ સમસ્યા હોય અથવા તો કફ જામી ગયો હોય તો દૂધને ગરમ કરીને તેમાં સાકર અને હળદર ઉમેરીને પી જવાથી આરામ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સેક્સ લાઈફ બરાબર ન હોય અને શારીરિક સંબંધો દરમિયાન થાક લાગતો હોય તો દૂધને ગરમ કરીને તેમાં સાકર અને અખરોટ ઉમેરીને રોજ રાત્રે પીવું.

શરીરમાં સતત થાક અને અશક્તિ અનુભવાતી હોય અને શરીરમાં હિમોગ્લોબીન પણ ઓછું હોય તો દિવસમાં બે વખત સાકરવાળું દૂધ પીવાનું રાખો.

ઉનાળામાં જો વારંવાર નસકોરી ફૂટતી હોય તો હળદર અને સાકર ને સમાન માત્રામાં લઈને ખાવાનું રાખો. નાકમાંથી નીકળતું લોહી બંધ થશે.

કેટલાક લોકોની પાચનક્રિયા ખૂબ જ નબળી હોય છે તે એક વાર જ મેં તો પછી ખોરાક પચવામાં વાર લાગે છે તેમણે પણ સાકર નો ઉપયોગ કરવો જોઈએ.

વારંવાર થતી શરદી અને ઉધરસ કાયમ માટે મટાડવા માટે સાકર કાળા મરી ને સમાન માત્રામાં લઈને પીસી લેવા. આ મિશ્રણમાં થોડું ઘી ઉમેરીને તેનું સેવન કરવાથી શરદી ઉધરસ મટે છે.

Leave a Comment