દોસ્તો અનિયમિત જીવનશૈલીને કારણે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો ને કોઈને કોઈ બીમારી કે સમસ્યા રહેતી હોય છે. આ સમસ્યાઓનું સમાધાન દવા ખાઈને લાવવું તેના કરતાં ઘરગથ્થુ ઉપચાર કરીને કરવામાં આવે તો સારું રહે છે.
ઘરગથ્થુ ઉપચાર ની કોઈ આડઅસર હોતી નથી. વડી ઘરગથ્થુ ઉપચાર માં જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તે ઘરમાં જ સરળતાથી મળી રહે છે. એટલે આ સારવાર એકદમ ફ્રી થાય છે.
તેમાં પણ આજે જે વસ્તુ ના ઉપયોગ વિશે તમને જણાવીએ તે તો ખરેખર શાકભાજી સાથે ફ્રી માં જ મળે છે. તમે સમજી જ ગયા હશો કે આજે આપણે મીઠા લીમડાની વાત કરીએ છીએ. મીઠો લીમડો તમે શાક લેવા જાઓ એટલે ફ્રીમાં આપવામાં આવે છે.
મીઠા લીમડાનો ઉપયોગ દાળ કે શાકમાં વઘારમાં કરવામાં આવે છે. પરંતુ આ ફ્રીમાં મળતી વસ્તુ તમને દવાઓના હજારોનો ખર્ચ થી બચાવી શકે છે. કેવી રીતે મીઠો લીમડો દવા તરીકે કામ આવશે ચાલો જણાવીએ.
જે લોકોને ડાયાબિટીસ હોય અને બ્લડ શુગર સતત વધારે રહેતી હોય તેણે મીઠા લીમડાના થોડા પાન ચાવીને રોજ ખાવા જોઈએ. ડાયાબિટીસથી મુક્તિ મેળવવી હોય તો મીઠા લીમડાનાં ૧૦ પાન દરરોજ ચાવીને ખાવા જો તમે ચાવીને ન ખાઈ શકો તો તેનું જ્યૂસ કાઢીને પણ પી શકો છો.
મીઠો લીમડો વાળની સમસ્યાઓને પણ દૂર કરે છે. જો તમારા વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય અથવા તો ઉંમર પહેલાં જ સફેદ થવા લાગ્યા હોય તો મીઠા લીમડાનાં પાનની પેસ્ટ બનાવી લેવી અને તેને વાળના મૂળમાં લગાવો. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં તમને વાળની સમસ્યા દૂર થઈ હોય તેવું લાગશે.
આંખમાં મોતિયો, ચશ્મા, બળતરા જેવી તકલીફોમાં પણ મીઠો લીમડો ઉપયોગી છે. મીઠા લીમડાનું સેવન કરવાથી આંખનું તેજ વધે છે.
બહાર જમ્યા પછી કે કોઈ ભારે ખોરાક ખાધા પછી જો તમે તેને પચાવી શકતા ન હોય તો તમારી પાચનક્રિયા નબળી છે. નબળી પાચન ક્રિયાને સુધારવા માટે પણ મીઠો લીમડો ઉપયોગી છે.
મીઠા લીમડાના પાનમાં લીંબુનો રસ અને સાકર ઉમેરીને તેનું સેવન કરવું. તમે છાશમાં મીઠા લીમડાના પાનની પેસ્ટ ઉમેરીને પણ પી શકો છો.
ઘણા લોકોને વજન વધતા શરીરમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે. કોલેસ્ટ્રોલ ના કારણે લોહી જાડુ થવા લાગે છે અને ધમનીઓમાં બ્લોકેજ પણ થાય છે. આ તકલીફના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
આ જોખમને દૂર કરવા માટે એટલે કે કોલેસ્ટ્રોલને કાબૂમાં લેવા માટે મીઠા લીમડાનો ઉપયોગ શરૂ કરો. મીઠા લીમડાનું સેવન કરશો તો તમને હાર્ટ સંબંધિત સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે.