આજે જ કરી લ્યો આ જયુસનું સેવન, ચપટી વગાડતા શરીરનો બધો જ કચરો નીકળી જશે બહાર, 10 દિવસમાં દૂર થઈ જશે નાની-મોટી બધી જ સમસ્યા.

દોસ્તો આજકાલ ડિટોક્સ વોટર નું ચલણ વધી ગયું છે. શરીરને ડિટોક્સ કરીને સ્વસ્થ રાખવા નું લોકો પસંદ કરી રહ્યા છે. શરીરની ડિટોક્સ કરવાની પ્રોસેસમાં એક ખાસ પ્રકારનું પીણું પીવાનું હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

વિવિધ વસ્તુઓ ઉમેરીને દિવસ દરમિયાન તેને પીવાનું હોય છે. ડિટોક્સ કરવાથી શરીરમાંથી ગંદકી દૂર થાય છે અને નાની – મોટી સમસ્યાઓ પણ દવા વિના મટી જાય છે.

આજે તમને એક એવા જ્યુસ વિશે જણાવીએ. જે શરીરની બધી જ ગંદકી ને પહેલા દિવસથી જ બહાર કાઢશે. આ જ્યુસને તમે detox juice તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેને પીવાની શરૂઆત કરવાની સાથે જ તમને શરીરમાં સ્ફૂર્તિ જણાશે અને દસ દિવસમાં તમે અનુભવશો કે તમારા શરીરમાં જે નાની – મોટી સમસ્યાઓ હતી તે દૂર થવા લાગી છે. આ ખાસ જ્યૂસ બને છે આમળા થી.

આમળા પોષક તત્વોથી ભરપૂર હોવાની સાથે વિટામિન સી થી ભરપૂર હોય છે. તેથી એ વાતમાં કોઈ શંકા નથી કે તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

દોસ્તો તો આજે આ પૌષ્ટિક આમળા માંથી તમને એક જ્યુસ બનાવતા શીખવાડી એ જેનો ઉપયોગ કરીને તમે શરીરને રોગમુક્ત રાખી શકો છો.

જ્યૂસ માટેની સામગ્રી :-

5 આમળા
1 આદુનો ટુકડો
1 ગ્લાસ પાણી
5 ચમચી સાકર
નમક, મરી પાવડર, જીરું પાવડર અને સંચળ

જ્યુસ બનાવવાની રીત :-

સૌથી પહેલાં આંબળાને બાફી લો અને તેમાંથી બી કાઢી નાખો. પછી આમળાને મિક્ષરમાં ગ્રાઈન્ડ કરી લો. ગ્રાઈન્ડ કરતી વખતે તેમાં આદુનો ટુકડો અને ઉપરોક્ત બધી જ સામગ્રી ઉમેરી દો. ત્યાર પછી આ મિશ્રણને ગાળીને આ જ્યુસનું સેવન કરો.

આમળાનું જ્યુસ વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ વિટામીન બી 6 જેવા પોષક તત્વોથી ભરપૂર છે. જેનું સેવન કરવાથી તમારી નીચે મુજબની સમસ્યાઓ તો તુરંત જ દૂર થવા લાગશે.

1. આજના સમયમાં દરેક વ્યક્તિની એક ફરિયાદ કોમન હોય છે અને તે છે ખરતા વાળની. ઘણા લોકોને તો વાળ એટલા ખરે છે કે માથામાં ટાલ દેખાવા લાગે છે. તેવામાં આ જ્યુસ પીવાથી સૌથી પહેલા તો ખરતા વાળ અટકવા લાગશે.

2. વર્તમાન સમયમાં નાની ઉંમરના બાળકો ની આંખો પર પણ તમે ચશ્મા જોશો. તેનું કારણ હોય છે કે લોકોની આંખ નું તેજ ઘટવા લાગે છે અને નંબર વધવા લાગે છે. તેવામાં આ જ્યુસ પીવાથી આંખનું તેજ વધે છે અને નંબર ઘટે છે. કારણ કે તેમાં વિટામિન એ અને કેરોટીન હોય છે.

3. જે લોકોની પાચનશક્તી નબળી હોય અને વારંવાર પેટ સંબંધિત સમસ્યાઓ થતી રહેતી હોય તેમણે આ જ્યુસ જરૂરથી પીવું. તેને પીવાથી ફાઇબર મળે છે અને પાચનને લગતી સમસ્યાઓ જેમ કે ગેસ, અપચો, એસિડિટી, કબજિયાત મટે છે.

4. જેને હાડકાં નબળા હોય દાંતમાં દુખાવો હોય તેને પણ આ જ્યૂસ પીવું જોઈએ. તેમાંથી કેલ્શિયમ મળે છે જે હાડકા અને દાંતને મજબૂત બનાવે છે.

5. આ જ્યુસનું સેવન કરવાથી શરીરમાં ગયેલા ઝેરી અને નકામા તત્વો બહાર નીકળે છે. જેના કારણે કિડની અને હૃદય સ્વસ્થ રહે છે. તેનું સેવન કરવાથી કિડનીની બરાબર સાફ થાય છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘટે છે.

Leave a Comment