દોસ્તો ખાટા-મીઠા સંતરા નાના મોટા સૌ કોઈ ને ભાવે છે. સંતરા માંથી વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં મળે છે. અને એ વાત આપણે હવે સમજી ચૂક્યા છીએ કે શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રાખવી હોય તો વિટામીન સી ખૂબ જ જરૂરી છે.
તેથી મોટાભાગના લોકો સંતરા ખાવાની શરૂઆત પણ કરી ચૂક્યા છે. જોકે સંતરા નો ઉપયોગ કર્યા પછી લોકો તેની છાલને ફેંકી દેતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ છાલ તમારો પાર્લરનો ખર્ચો બચાવી શકે છે.
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ સંતરાની છાલનો ઉપયોગ કરીને ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકાય છે અને સાથે જ પાર્લરમાં જે ટ્રીટમેન્ટ હજારોનો ખર્ચ કરીને કરાવવી પડે છે.
તેનાથી પણ બચી શકાય છે. કારણકે સંતરાની છાલ તમારી ત્વચાને સુંદર બનાવી શકે છે. તો ચાલો આજે તમને સંતરાની છાલથી સૌંદર્ય સમસ્યાઓને કેવી રીતે દૂર કરવી તે જણાવીએ.
સંતરાની છાલનો ઉપયોગ કરીને તમે ચહેરાની વિવિધ સમસ્યાઓને દૂર કરી શકો છો. જેમ કે ચહેરા પર પડેલા ડાઘ, બ્લેકહેડ, વાઇટ હેડ્સ, ખીલ વગેરે. ચહેરાની સુંદરતાને ગ્રહણ લગાડતી આ સમસ્યાઓને દૂર કરવા માટે તમારે એક જ વાર થોડી મિનિટનો સમય આપવાનો છે.
તમારે સમય કાઢીને સંતરાની છાલનો પાઉડર બનાવી લેવાનો છે. બસ પછી તમારી ત્વચાની સમસ્યાઓ ગાયબ થઈ જશે.
આ પાવડર બનાવવા માટે સંતરાની છાલને તડકામાં સુકાવી લેવી. છાલ બરાબર સુકાઈ જાય પછી તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લો. આ પાવડરને એરટાઈટ બરણીમાં સ્ટોર કરી લો. પછી જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો.
આ રીતે બનાવેલા પાઉડરમાં વિટામીન સી જળવાયેલું રહે છે જે ત્વચા પર કુદરતી સૌંદર્ય લાવે છે અને ત્વચાની સમસ્યાઓને પણ દૂર કરે છે. જેમ કે જો તમારા ચહેરા ઉપર ડાઘ થઈ ગયા હોય અને ત્વચા નિસ્તેજ થઈ ગઈ હોય તું સંતરાની છાલનો થોડો પાઉડર લઈ તેમાં મધ ઉમેરીને આ પેસ્ટને ફેસ ઉપર લગાવો.
જો બ્લેક હેડ્સની પ્રોબ્લેમ હોય તો પણ તમે સંતરાની છાલનો પાઉડર ઉપયોગમાં લઈ શકો છો. તેના માટે સંતરાની છાલના પાવડરમાં ગુલાબ જળ, મુલતાની માટી ઉમેરી ની પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવી રાખો. 20 મિનિટ પછી મસાજ કરીને ચહેરાને સાફ કરી લો.
જેની ત્વચા ડ્રાય હોય અને વારંવાર ડેડ સ્કિન થઈ જતી હોય તો તેણે સંતરાની છાલના પાવડરમાં દૂધ અને નાળીયેરનું તેલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને ચહેરા પર લગાવીને બે કલાક પછી સ્નાન કરી લેવું.
સંતરાની છાલથી તમે વાળની સુંદરતા પણ વધારી શકો છો. તેના માટે સંતરાની છાલનો પાઉડર અને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે આ પાણીને ગાળી લો અને તે પાણીને વાળમાં લગાવો. એક સપ્તાહ આવું કરવાથી તમે તમારા નિસ્તેજ વાળમાં ચમક જોશો