દોસ્તો ઉનાળા દરમિયાન શરીરને વધારે પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. પરંતુ મોટાભાગના લોકો જરૂર પૂરતું પાણી પણ પીતા નથી. આમ તો પાણી ન પીવાથી થોડા દિવસ તો કોઈ તકલીફ જણાતી નથી.
દોસ્તો જો તમે નિયમિત રીતે ઓછું પાણી પીવો છો તો તમને શરીરમાં કેટલીક સમસ્યાઓ દેખાવા લાગે છે. અને લાંબા ગાળે બીમારીઓ પણ આવે છે. આ સમસ્યાઓમાં સૌથી વધારે તકલીફ ધરાવે છે પેશાબને લગતી બીમારીઓ.
જો તમે જરૂર કરતાં ઓછું પાણી પીવો છો તો સૌથી પહેલાં તમને પેશાબને લગતી સમસ્યાઓ થવા લાગે છે. પેશાબ પણ ઓછો થાય છે. જેમાં પેશાબમાં બળતરા, પેશાબ અટકીને આવવો વગેરે જેવી તકલીફો નો સમાવેશ થાય છે.
આ સમસ્યાઓ જો તમને પણ થતી હોય તો તમે નીચે દર્શાવ્યા અનુસાર ઉપાયો કરીને તેમાંથી મુક્તિ મેળવી શકો છો.
1. પેશાબમાં બળતરા થતી હોય તો દિવસ દરમ્યાન નારિયેળ પાણી પીવાની શરૂઆત કરો. નારિયેળ પાણી પીવાથી તુરંત રાહત મળે છે. અને પેશાબ માં પણ બળતરા ઓછી થાય છે.
2. ઉનાળા દરમ્યાન સલાડમાં કાકડીનો ઉપયોગ વધારે કરો અને જો તકલીફ વધારે હોય તો કાકડીનો રસ કાઢીને પીવાનું રાખો. તેનાથી બળતરા દૂર થાય છે. કાકડી ખાવાથી શરીરમાં ઠંડક થાય છે.
3. એક ગ્લાસ નારિયેળ પાણીમાં ધાણાજીરું અને ગોળ મેળવીને પીવાથી પેશાબની તકલીફો મટે છે. અને પેશાબ છૂટ થી થાય છે.
4. દાડમનું જ્યુસ અથવા દાડમ ખાવાથી પણ પેશાબ માં બળતરા મટે છે. ઉનાળામાં દિવસ દરમિયાન બે વખત કાચી હળદર અચૂકથી ખાવી. તેનાથી ઇન્ફેક્શન મટે છે.
5. વિટામીન સી ધરાવતા ખાટા ફળ ખાવાથી યુરીન નું ઇન્ફેક્શન દૂર થાય છે. તેના માટે એક ગ્લાસ જ્યુસ મા એલચીનો પાઉડર ઉમેરીને પીવું જોઈએ. આમળાના પાવડરમાં ગોળ અને ઘી ઉમેરીને ચાટવાથી પણ બળતરા મટે છે. નારંગી નો જ્યુસ કાઢીને પીવાથી પણ પેશાબમાં બળતરા ઓછી થાય છે.
6. પેશાબ જો અટકી અટકીને ઉતરતો હોય તો એક ચમચી એલચી પાવડર માં મધ ઉમેરીને ચાટી જવું.
7. ગરમીના દિવસોમાં દૂધમાં સાકર અને ઘી ઉમેરીને નિયમિત પીવાથી પણ પેશાબ સંબંધી સમસ્યાઓ મટે છે.
8. રોજ શક્ય ન હોય તો પણ સપ્તાહમાં બે થી ત્રણ વખત શેરડીનો રસ પીવો.