દોસ્તો ડુંગળીનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. ડુંગળી શાક માં સલાડ માં ઉપયોગમાં લેવાય છે. ડુંગળી સ્વાદમાં પણ સારી હોય છે તેથી લોકો જમવાની સાથે કાચી ડુંગળી પણ ખાતા હોય છે. વડી ડુંગળી ખાવાથી શરીરને પણ લાભ થાય છે.
રોજ ડુંગળી ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. ડુંગળીનું સેવન કરવાથી ઉનાળામાં લૂ પણ લાગતી નથી અને શરીરમાં ઊર્જા વધે છે.
દોસ્તો આજે તમને ડુંગળી સાથે જોડાયેલ એક એવો ઇલાજ જણાવીએ જે પેટની બધી જ સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે.
બ્લડપ્રેશરની તકલીફ હોય તો તેનાથી હાર્ટ અટેક જેવું જોખમ ઊભું થાય છે. તેવામાં બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે ડુંગળીનો રસ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેમાં રહેલું મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.
ગરમીના કારણે પેશાબ માં કે શરીરમાં બળતરા થતી હોય ત્યારે પણ ડુંગળી અકસીર સાબિત થાય છે. આ તકલીફમાં ડુંગળીનો રસ પીવાથી શરીરમાં રહેલું કચરો બહાર નીકળી જાય છે અને બળતરા થી રાહત મળે છે. ડુંગળી શરીર માં ઠંડક રાખે છે.
શ્વાસની તકલીફ હોય તેમણે નિયમિત ડુંગળી ખાવી જોઈએ. ડુંગળીનું સેવન કરવાથી પેટ અને ફેફસાની બીમારી ઓ મટે છે. ડુંગળી ખાવાથી શરીર માં કોઈ જટિલ બીમારી આવતી નથી. ડુંગળી ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે.
કાનમાં સખત દુખાવો રહેતો હોય તો અળસી અને ડુંગળીનું મિશ્રણ કરીને રસ બનાવી લેવો. આ રસનાં બે – બે ટીપાં કાનમાં નાખવાથી તુરંત દુખાવો મટે છે.
પાણી જેવા પાતળા ઝાડા થયા હોય અને વારંવાર ટોયલેટ જવું પડતું હોય તો ડુંગળીના રસમાં મીઠું ઉમેરીને દર્દીને આપી દેવું. જેથી તેને ઝાડા માં રાહત થાય છે.
ખરતા વાળને અટકાવવા માટે વાળના મૂળમાં ડુંગળીનો રસ કાઢીને લગાડવો જોઇએ. ડુંગળી નો રસ માથામાં લગાવવા થી વાળ મજબૂત અને કાળા થાય છે.
યાદશક્તિ નબળી હોય અને મગજ સુસ્ત રહેતું હોય તો ડુંગળીનો રસ દર્દીને પીવડાવો. તેમાં રહેલું ઓમેગા-૩ ફેટી એસિડ મગજની કાર્યક્ષમતા વધારે છે અને યાદશક્તિ સુધારે છે.
આંખો નું તેજ વધારવા માટે ડુંગળીના રસમાં તેટલા જ પ્રમાણમાં ગુલાબજળ ઉમેરીને આંખમાં તેના ટીપાં નાખવા.