દોસ્તો અજમાનો ઉપયોગ રસોઈમાં થતો હોય છે. પરંતુ તેનો ઉપયોગ પેટ સંબંધિત બીમારીઓમાં પણ કરવામાં આવે છે. પેટની તકલીફોમાં અજમો દવા તરીકે ઉપયોગમાં લેવાય છે.
પેટની તકલીફો જેવી કે પેટમાં દુખાવો, ઊલટી, અપચો, ઉબકા, એસિડીટી થવી, બળતરા થવી તેને દૂર કરવામાં અજમો ઉપયોગી સાબિત થાય છે. જોકે અજમો એવો ગુણકારી છે કે તે માત્ર પેટના જ નહીં પરંતુ અન્ય રોગને પણ દવા વિના દૂર કરી શકે છે.
જેમકે જો તમારાં દાંત પીળા થઇ ગયા હોય તો તમે તેને અજમાંથી સફેદ બનાવી શકો છો. તેના માટે અજમાનો પાઉડર બનાવીને તેનાથી દાંત સાફ કરવાનું રાખો.
અસ્થમા જેવી બીમારી હોય ત્યારે પણ અજમો ઉપયોગી સાબિત થાય છે. અજમા અને લવિંગનું ચુર્ણ બનાવીને પાણી સાથે રોજ તેને લેવું. આ ચૂર્ણ થી અસ્થમા જેવી તકલીફ દૂર થાય છે.
કિડનીમાં પથરી હોય અને અચાનક જ દુખાવો ઉપડે તો દર્દીને તુરંત રાહત આપવા માટે અજમો ખવડાવવો. આ સિવાય પથરીને કાયમ માટે દૂર કરવા માટે દર્દીને રોજ સવારે અજમાનું ચૂર્ણ આપવું. પથરીના દુખાવા માં રાહત થાય છે.
કબજિયાત, અપચો જેવી તકલીફને દૂર કરવા માટે અજમામાં હળદર અને સિંધવ મીઠુ ઉમેરીને તેનું સેવન કરવું. જો પેટ વારંવાર ખરાબ થતું હોય ત્યારે નવશેકા પાણી સાથે અજમો ચાવીને ખાઈ જવો. અજમાના સેવન થી પેટની તકલીફ દૂર થાય છે.
પુરુષોમાં શારીરિક નબળાઈ હોય અને યૌન ઈચ્છા ની ખામી હોય ત્યારે અજમો, આંબલી અને ગોળ સમાન માત્રામાં લઈને દરરોજ દર્દીને ખવડાવવું. તેનાથી પુરુષ ની શારીરિક નબળાઈ મટે છે.
ઉધરસ થયા પછી મટવાનું નામ ન લેતી હોય અને તમે દવા ખાઇને થાકી ગયા હોય તો એકવાર અજમો ખાઈ જવો. અજમા મીઠું ઉમેરીને બરાબર પીસી લો અને નવશેકા પાણી સાથે પી જવું. ઉધરસ થોડા જ દિવસોમાં મટી જશે.
દારૂ કે અન્ય કોઈ વ્યસન છૂટતું ન હોય તો તે વ્યક્તિને દર બે કલાકે અજમો ખવડાવવો. દરેક પ્રકારનું વ્યસન તેનાથી દૂર થઈ જશે.
માથાનો તીવ્ર દુખાવો થતો હોય તો નાળિયેરના તેલમાં અજમાને મિક્સ કરી ગરમ કરી લેવા. ત્યાર પછી આ તેલને કપાળમાં અને માથામાં લગાડવું. આ તેલ લગાવવા થી માથાના દુખાવા માં રાહત થાય છે.