સાંધાના દુખાવાને દૂર કરવા ચમત્કારિક છે આ પાન, શરદી, ખાંસી, દુખાવાથી મળશે તરત જ આરામ.

દોસ્તો આંકડાના ઝાડ તમે ઘણી જગ્યાએ જોયા હશે. આંકડા ના ફુલ ભગવાન હનુમાનને ચઢાવવામાં આવે છે. આંકડાના ફુલ ઉપરાંત તેના પાન પણ ખૂબ જ ઉપયોગી છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આયુર્વેદમાં આંકડાના પાનનું ખાસ વર્ણન કરવામાં આવ્યું છે. આંકડાના પાન સાંધાના દુખાવા માટે પેઈનકીલર જેવા છે.

આંકડાના પાનનો ઉપયોગ કરીને તમે સાંધાના દુખાવા, વા, ઘુંટણનો દુખાવો, કબજિયાત, શરદી, કફ જેવી તકલીફોથી કાયમી મુક્તિ મેળવી શકો છો. તેના માટે તમારે દવા પર ખર્ચો કરવાની જરૂર પડશે નહીં. તો ચાલો જણાવીએ આંકડાના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દાંત હલતા હોય, પેઢા નબળા પડી ગયા હોય કે પેઢામાં દુખાવો થતો હોય તેના માટે આંકડાના દૂધમાં મીઠું ઉમેરીને બ્રશ કરશો તો તમને દુખાવામાં રાહત થશે. જો દાંત હલતા હોય તો તેના પર પણ તમે આંકડાનું દૂધ લગાવી શકો છો.

ફાટેલી એડીની તકલીફો સામાન્ય રીતે સ્ત્રીઓને વધારે નડે છે. તેવામાં આંકડાના પાનનું દૂધ કાઢીને એડી પર લગાવવાથી ઝડપથી આરામ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

શરીરના સાંધામાં કે અન્ય કોઈ ભાગમાં અસહ્ય દુખાવો થતો હોય તો આંકડાના દૂધને કાઢી અને તેમાં કાળા તલ ઉમેરી લેપ બનાવો અને દુખાવો થતો હોય તે જગ્યાએ માલિશ કરો. તેનાથી રાહત મળશે.

આ ઉપરાંત તમે સાંધાના દુખાવાને દુર કરવા માટે આંકડાના પાન પર સરસવનું તેલ લગાવી તેને લોઢી પર ગરમ કરી અને દુખાવો હોય ત્યાં શેક કરો. તમે આંકડાના પાનને દુખાવો થતો હોય તે જગ્યાએ બાઁધી પણ શકો છો.

શરીરમાં કોઈપણ જગ્યાએ સોજો આવી ગયો હોય તો તે જગ્યા પર આંકડાનું પાન બાંધી પાટો બાંધી દો. થોડા કલાકોમાં સોજો ઉતરવા લાગશે.

શરદી – ઉધરસ લાંબા સમયથી થઈ હોય અને મટવાનું નામ ન લેતી હોય તો આ દેશી ઉપાય તમને ખૂબ કામ આવશે. તેના માટે આંકડાના ફુલને પીસી તેનો પાવડર બનાવી દો અને ગરમ પાણી સાથે તેનું સેવન કરો.

કાનમાં બહેરાશ આવી ગઈ હોય તો આંકડાના પીળા ફુલને પાણીમાં ઉમેરી ને ઉકાળો બનાવો. આ ઉકાળાને બોટલમાં ભરી અને કાનમાં 2-3 ટીપા નાખવા.

શરીર પર ધાધર, ખરજવું, ખંજવાળ કે એલર્જી થઈ હોય તો આંકડાનનું દૂધ તેના પર લગાવવું. તુરંત જ રાહત મળશે.

આંકડાના મૂળને સુકવી અને પાવડર કરી લેવું. ત્યારબાદ તે પાવડરમાં લીમડાનું તેલ ઉમેરી અને અસરગ્રસ્ત જગ્યાએ લગાવો. તેનાથી રાહત મળશે.

ઘુંટણમાં દુખાવો રહેતો હોય અને ચાલવામાં પણ તકલીફ થતી હોય તો આંકડાના પાનનો રસ કાઢી અને ઘુંટણમાં માલિશ કરો.

Leave a Comment