શું તમે પણ RO નું પાણી પીવો છો ? તો આ વાત જાણવી તમારા માટે છે જરૂરી, ફિલ્ટર પાણી પીવાથી શરીરમાં ઘર કરી જાય છે 50 થી વધુ રોગ.

મિત્રો આજના આધુનિક સમયમાં લોકોની જીવનશૈલી પણ આધુનિક થઈ ગઈ છે અને આ જીવનશૈલીમાં લોકોએ કેટલીક ટેકનોલોજીનો ઉપયોગ રોજ કરવાની શરુઆત કરી દીધી છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જેમકે હવે મોટા ભાગના ઘરમાં લોકો ફિલ્ટર પાણી પીવે છે. આ પાણીને આરઓ ફિલ્ટર કરે છે અને તેનું સેવન આપણે કરીએ છીએ.

પરંતુ તાજેતરમાં થયેલા એક સંશોધન અનુસાર આ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ પાણી પીવાથી શરીરમાં અનેક રોગ ઘર કરી જાય છે. આ સાથે જ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ એક રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આર ઓ ફિલ્ટર પાણી પીવાથી રોગ થાય છે. ગંદા પાણી પીવાથી જે રીતે નુકસાન થાય છે તે રીતે આર ઓનું ફિલ્ટર પાણી પીવાથી પણ નુકસાન થાય છે.

જ્યારે આર ઓ મશીન પાણીને ફિલ્ટર કરે છે ત્યારે પાણીમાં રહેલા પોષકતત્વો જેમકે પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામીનનો નાશ થાય છે. તેનાથી શરીરને પુરતા પ્રમાણમાં અને જરૂરી પોષકતત્વો મળતા નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

એક સંશોધન અનુસાર આ પાણી પીવાથી હાર્ટની બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. કારણ કે તેમાં એવા ઘટક ભળી જાય છે જે હાર્ટને બરાબર કામ કરતું અટકાવે છે.

આ પાણીપીવાથી એસિડીટી પણ થાય છે. તેમાં મીઠાના અણું હોય છે જે પાણીને એસિડિક કરી દે છે. તેવામાં શરીરમાં અનેક રોગ થાય છે.

આ ફિલ્ટર પાણી બરાબર રીતે ફિલ્ટર થયેલું હોતું નથી જેના કારણે તેમાં સૂક્ષ્મ બેક્ટેરિયા રહી જાય છે આ બેક્ટેરિયા શરીરમાં જાય છે અને સાથે રોગ વધારે છે.

પાણી ફિલ્ટર થાય છે ત્યારે પાણીમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ ઘટી જાય છે અને શરીરને પુરતા પ્રમાણ માં એન્ટી ઓક્સીડન્ટ મળતા નથી. તેથી શરીર રોગ સામે લડવાની શક્તિ ગુમાવે છે. સાથે જ શરીરમાં આળસ ઘર કરી જાય છે.

આ પાણી પીવા થી શરીરમાં ઊર્જા નહીં સુસ્તી આવે છે. પાણીને શુદ્ધ કરવું પણ જરૂરી છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો કહે છે કે આરઓ માં ફિલ્ટર થયેલું પાણી પીવાને બદલે પાણીને ઉકાળી તેને ઠંડુ કરી તેનું સેવન કરવું જોઈએ.

Leave a Comment