દોસ્તો આધુનિક જીવનશૈલીમાં નાની ઉંમરમાં જ બાળકો ચશ્માં પહેરતા થઈ જાય છે. એટલે કે નાની ઉંમરમાં જ તેમને આંખ નબળી થઈ જાય છે અને નંબર આવી જાય છે.
આંખ ની નબળાઈ નું મુખ્ય કારણ મોબાઈલ ઉપર વધારે સમય પસાર કરવો એ છે. ટીવી અને કોમ્પ્યુટર પર વધારે સમય પસાર કરવાથી પણ નંબર આવી જાય છે.
એકવાર નંબર આવી જાય તો તેને દૂર કરવા માટે પણ હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. તેમ છતાં ઘણી વખત નંબર ફરીથી આવી જ જાય છે.
તેવામાં આજે તમને કેટલાક એવા સરળ ઉપાય જણાવીએ જેને કરવામાં તમારે એક પણ રૂપિયાનો ખર્ચ નહી કરવો પડે અને કોઈપણ પ્રકારની સારવાર વિના ઘરે બેઠા જ આંખના નંબર ઉતરી જશે.
કારેલા – કારેલા બીટા કેરોટીન ભરપૂર હોય છે જે આંખના નંબર દુર કરવામાં મદદરૂપ થાય છે. કારેલાને શાકભાજી તરીકે કે પછી કાચા ખાઈ લેશો તો આંખના નંબર ઝડપથી ઊતરી જાય છે. તેના માટે એક સપ્તાહ સુધી કારેલાનું સેવન કરવું.
આમળા – કારેલાંમાં વિટામિન સી પણ હોય છે જે આંખના નંબર ને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે આમળાને સૂકવીને પાવડર બનાવી તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરવું. નિયમિત તેનું સેવન કરવાથી આંખના નંબર ઘટી જાય છે.
પાલક – પાલકમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે જે આંખના નંબર દૂર કરવામાં મદદ કરે છે. સપ્તાહમાં બેથી ત્રણ વખત પાલક નું સૂપ અથવા તો પાલકની ભાજી બનાવીને ખાવાથી આંખનું તેજ વધે છે.
ગાયનું ઘી – ગાયના ઘીથી પણ આંખના નંબર દુર થાય છે. તેના માટે આંખની આજુબાજુ ગાયના ઘીથી મસાજ કરવી જોઈએ તેનાથી આંખની ચમક પણ વધે છે અને નંબર દૂર થાય છે.
કાકડી – કાકડીને ગોળ આકારમાં કાપીને આંખો પર રાખવાથી આંખમાં થતો દુખાવો બળતરા દૂર થાય છે. કાકડી આંખની ગરમીને શોષી લે છે અને ઠંડક આપે છે જેના કારણે આંખના નંબર પણ ઉતરવા લાગે છે.
વ્યાયામ – રોજ સવારના સમયે ખુલ્લા પગે લીલા ઘાસ ઉપર ચાલવાથી અને અનુલોમ-વિલોમ કરવાથી પણ આંખના નંબર દુર થાય છે.
સરસવનું તેલ – સરસવનું તેલ વાપરીને પણ આંખના નંબર દુર કરી શકાય છે. તેના માટે સરસવ ના તેલ ને થોડું ગરમ કરી અને પછી પગ ના તળિયા ઉપર તેનાથી માલિશ કરવી. આ ઉપાય કરવાથી આંખના રોગોથી મુક્તિ મળે છે.