મિત્રો ખરાબ ભોજન શૈલીના કારણે દર પાંચમાંથી ત્રણ વ્યક્તિ પેટને લગતી બીમારી ધરાવે છે. પછી તે કબજિયાત હોય એસીડીટી હોય કે ગેસ. તેમાં પણ સૌથી વધારે લોકો કબજિયાતની તકલીફ થી પીડાતા હોય છે. તીખું, તળેલું અને વધારે પડતું બહારનું ખાવાના કારણે કબજિયાત સહિતની પેટની બીમારીઓ થાય છે.
પરંતુ હવે તમને આ પ્રકારની બીમારી નહીં સતાવે કારણકે આજે તમને આંતરડાને સાફ કરે અને કબજિયાત મટાડે તેવો ઘરેલુ ઉપચાર જણાવીએ. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે બધા જ રોગનું મૂળ પેટ છે.
એટલે કે જો પેટ સાફ ન આવે તો શરીરમાં એક પછી એક બીમારીઓ થાય છે. એટલે કે જો કબજીયાત કોઈ અને તેનો ઇલાજ કરવામાં ન આવે તો શરીરમાં અન્ય બીમારી પણ વધવા લાગે છે.
આજે તમને કબજીયાતની દુશ્મન ગણાય છે તેવી એક વસ્તુ વિશે જણાવીએ. આ વસ્તુની એક ચપટી પણ કબજિયાતને જડમુળથી સાફ કરી દેશે. એટલું જ નહીં શરીરમાં અત્યાર સુધી જમા થયેલો કચરો પણ સાફ થઈ જાય છે. આ વસ્તુ આંતરડાને સાફ કરે છે અને પાચન ક્રિયાને પણ સુધારે છે.
આ વસ્તુની ખાસ વાત એ છે કે તેના માટે તમારે ખર્ચ પણ કરવાની જરૂર નથી તે તમને તમારા ઘરના રસોડામાંથી જ મળી જશે એટલે કે તમારે કોઈપણ પ્રકારનો ખર્ચ પણ નહીં થાય. વર્ષો જૂની કબજિયાત ને પણ થોડા જ દિવસોમાં દૂર કરી દે તેવો ઉપાય કરવા માટે તમને જીરુ, અજમો, વરિયાળી અને સંચળ ની જરૂર પડશે.
આ દવા તૈયાર કરવા માટે સૌથી પહેલા એક વાસણમાં બે ચમચી જીરૂં અને બે ચમચી અજમાને ધીમા તાપે શેકી લેવા. ત્યાર પછી એક ચમચી વરિયાળી અને અડધી ચમચી સંચળ ઉમેરી તેનો પાઉડર બનાવી લેવો.
હવે આ ફાકીને દિવસમાં એકવાર લેવાની છે. જમ્યા પછી એક કલાક પછી આ ફાકી નું સેવન હુંફાળા પાણી સાથે કરવાનું છે.
આ ઉપાય કરવાની સાથે જ તમને તેની અસર દેખાવા લાગશે. આ ઉપાય કરવાથી કબજિયાત દૂર થાય જ છે પરંતુ સાથે જ પાચનતંત્ર પણ મજબૂત થાય છે. નિયમિત રીતે તેનુ સેવન કરવાથી પેટ બરાબર સાફ આવે છે.
જે લોકોને ડાયાબિટીસ હોય અથવા તો ભોજન પચાવવામાં તકલીફ થતી હોય તેમણે પણ આ ફાકી લેવી જોઈએ. તેનું સેવન કરવાથી આ તકલીફો પણ દૂર થાય છે અને દસ જ દિવસમાં પેટ નો કચરો સાફ થઈ જાય છે.
જો તમારા આંતરડામાં જામેલો જૂનો મળ પણ નીકળી જશે તો પેટને લગતી દરેક બીમારીથી મુક્તિ મળી જશે. આ ઉપાય કરવાથી શરીરને કોઇ પણ પ્રકારની આડઅસર પણ થતી નથી.