દોસ્તો શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે શેરડીનો રસ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેથી તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે.
શેરડીના રસમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક, વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી-કોમ્પ્લેક્સ, પ્રોટીન અને ફાઇબર જેવા અનેક તત્વો મળી આવે છે.
પરંતુ શું તમે જાણો છો કે જો તમે યોગ્ય સમયે શેરડીના રસનું સેવન ન કરો તો તે તમારા સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. તેથી શેરડીનો રસ યોગ્ય સમયે પીવો જોઈએ. તો ચાલો આપણે જાણીએ કે શેરડીનો રસ પીવાનો યોગ્ય સમય કયો છે.
શેરડીના રસના સેવનથી અનેક રોગો મટે છે. તેથી, તમે સવારે નાસ્તા પછી અથવા બપોર પહેલા શેરડીના રસનું સેવન કરી શકો છો. જો તમે બપોર પછી શેરડીના રસનું સેવન કરો છો તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. આવો જાણીએ શેરડીનો રસ પીવાથી શું ફાયદા થાય છે.
શેરડીનો રસ લીવર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે શેરડીના રસમાં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. જેના સેવનથી લીવરમાં ઈન્ફેક્શન થતું નથી. તેમજ શેરડીનો રસ લીવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
શેરડીનો રસ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. તેની સાથે ટ્રાઈગ્લિસરાઈડ પણ તેના સેવનથી ઓછું થાય છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે. શેરડીનો રસ પીવાથી શરીરમાં એનર્જી લાંબા સમય સુધી રહે છે. કારણ કે શેરડીના રસમાં સારી માત્રામાં કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે.
શેરડીના રસનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે. કારણ કે શેરડીના રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. તેથી દરરોજ એક ગ્લાસ તેનું સેવન કરવું જોઈએ.
શેરડીનો રસ પીવાથી શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર વધે છે. કારણ કે શેરડીના રસમાં સારી માત્રામાં આયર્ન જોવા મળે છે. તેથી તેના સેવનથી શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે.
ઉનાળાની ઋતુમાં શેરડીનો રસ સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે તેને પીવાથી શરીરને ઠંડક મળે છે. આ સાથે દિવસભર એનર્જી પણ જળવાઈ રહે છે.
કમળાના રોગમાં શેરડીનો રસ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે શેરડીનો રસ બિલીરૂબિનનું સ્તર નિયંત્રિત કરે છે. કમળો એ એક રોગ છે જે આપણા શરીરમાં બિલીરૂબિનનું સ્તર વધવાથી થાય છે.
શેરડીનો રસ પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે. આ સાથે કબજિયાતની ફરિયાદ પણ દૂર થાય છે. કારણ કે તેમાં ફાઈબર સારી માત્રામાં હોય છે.
શેરડીનો રસ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેના દ્વારા તમે કોઈપણ પ્રકારના વાયરલ ઈન્ફેક્શનથી ઘણી હદ સુધી બચી શકો છો. આ સાથે જો તકે વારંવાર વાયરલ રોગોનો શિકાર બનતા હોવ તો પણ તમે તેનું સેવન કરી શકો છો.