દોસ્તો વર્તમાન સમય એવો થઈ ગયો છે કે જેમાં દરેક વ્યક્તિ સવારથી સાંજ સુધી સતત મહેનત કરે છે. પરંતુ આ મહેનત એવી છે જેમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારે થાય છે અને શારીરિક શ્રમનો અભાવ હોય છે.
એટલે કે મોટાભાગના લોકોનો દિવસ એક જગ્યાએ બેસીને સતત કામ કરવામાં પસાર થઈ જાય છે. કામનું સ્ટ્રેસ અને બેઠાડું જીવન શૈલીના કારણે શરીરમાં ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ વગેરે ઘર કરી જાય છે.
નાની મોટી સમસ્યા ને તો કેટલાક લોકો ગણકારતા પણ નથી અને સતત દોડતા રહે છે. પરંતુ જ્યારે આ સમસ્યા વિકરાળ બની જાય ત્યારે વ્યક્તિ એવી બીમાર પડે છે કે હોસ્પિટલના બિછાને પહોંચી જાય છે.
આવી સ્થિતિમાં વિચાર આવે કે જો સમયસર કોઈ ઉપાય કરી લીધો હોત તો આજે અહીંયા ન હોત. આવો અફ્સોસ તમારી ન કરવો પડે તે માટે આજે તમને એક ખાસ ઉકાળા વિશે જણાવીએ.
આ ઉકાળો પીવાથી માત્ર 8 દિવસમાં તમે તમારા શરીરમાં કેટલાક ફેરફાર અનુભવશો. તો ચાલો સૌથી પહેલાં જણાવી એ કે ઉકાળો કઈ રીતે બનાવવાનો છે.
અનેક રોગ નો ઈલાજ એવો આ ઉકાળો બનાવવા માટે 2 લવિંગ, ચાર કાળા મરી, અડધી ચમચી જીરૂ, અડધી ચમચી વરિયાળી, બે તુલસીના પાન, થોડો તજનો પાવડર, બે એલચી અને આદુનો એક ટુકડો લેવો.
આ બધી જ વસ્તુને બે ગ્લાસ પાણીમાં ઉકાળવા મુકો. પાણી ઉકાળીને અડધું થઈ જાય પછી ગેસ બંધ કરીને ઉકાળાને ગાળીને ઉપયોગમાં લેવો. આ ઉકાળો રોજ તાજો જ બનાવવાનું છે.
1. આ ઉકાળો જેને ડાયાબિટીસ હોય તેને નિયમિત પીવો જોઇએ. તેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ માં આવે છે. આ ઉકાળો આઠ દિવસ સુધી પીછો પછી તમારે દવા લેવાની જરૂર નહીં પડે
2. હાઈ બ્લડપ્રેશર રહેતું હોય તેમણે પણ આ ઉકાળો પીવાની શરૂઆત કરી દેવી. આ ઉકાળો પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
3. જો કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું હોય તો હાર્ટ ઉપર જોખમ ઊભું થાય છે. તેવામાં આ ઉકાળો પીવાની શરૂઆત કરશો તો કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટશે અને ધમનીઓની બ્લોકેજ પણ દૂર થશે.
4. પેટ સંબંધિત દરેક સમસ્યા માટે આ ઉકાળો રામબાણ ઈલાજ છે. આથી જ પેટ અને શરીરમાં જામેલી ચરબીને દૂર કરવા માટે પણ આ ઉકાળો બેસ્ટ છે. તેનું સેવન કરવાથી પેટની તકલીફો દૂર થાય છે અને શરીર પણ detox થઈ જાય છે.
5. જેની આંખ નબળી હોય અને ચશ્માના નંબર ઘટાડવા હોય તેના માટે પણ આ ઉકાળો ઉપયોગી છે આ ઉકાળો પીવાની શરૂઆત કરશો તો તમારી આંખ નું તેજ વધી જશે.