મિત્રો આપણે રોજની રસોઈમાં ટામેટા નો ઉપયોગ રોજ થાય છે. ટામેટાનો ઉપયોગ શાક દાળ ઉપરાંત સલાડમાં પણ થાય છે.
શિયાળા દરમિયાન લોકો ટામેટાનો સુપ પણ પિતા હોય છે. જોકે માત્ર શિયાળા દરમિયાન જ નહીં પરંતુ બારેમાસ જો તમે ટામેટાનો રસ પીવો છો તો તમને અઢળક લાભ થાય છે.
ટામેટાનો જ્યુસ નિયમિત પીવાથી શરીરને પુષ્કળ પ્રમાણમાં એનર્જી મળે છે જેના કારણે અનેક પ્રકારના રોગ થવાનું જોખમ ઘટી જાય છે.
જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમણે તો ખાસ ટામેટાનો જ્યુસ પીવો જોઇએ. ટામેટામાં એમીનો એસિડ હોય છે જે ચરબીને ઓછી કરે છે અને લોહીમાં વધારો કરે છે.
ટામેટાનો જ્યુસ પીવાથી બેડ કોલેસ્ટ્રોલ દૂર થાય છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. ટામેટાનો જ્યુસ પીવાથી હાર્ટ એટેક અને હૃદયના રોગો થવાનો ભય પણ રહેતો નથી. શરીરમાં સોજા આવ્યા હોય તો તે પણ ટામેટાંનો રસ પીવાથી ઉતરે છે.
જેમને ડાયાબિટીસ હોય તેમના માટે ટામેટાંનો રસ અમૃત સમાન છે. તેમાં એન્ટી ડાયાબીટીક ગુણ હોય છે જે શરીરમાં ગ્લુકોઝ લેવલ કંટ્રોલ કરે છે અને ડાયાબીટીસ માંથી છુટકારો અપાવે છે.
ટમેટા નું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિન વધે છે અને બ્લડ સુગર ઓછું થાય છે જેનો કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાય છે તેમણે પણ ટામેટાંનો રસ પીવો જોઇએ. ટમેટાનો રસ કેટલું ફાયદાકારક છે તે જાણવા માટે એક સંશોધન પણ કરવામાં આવ્યું.
સંશોધનમાં લોકોની ડાયટમાં ટામેટાનો રસ ઉમેરવામાં આવ્યો હતો. સંશોધનના અંતે ૮૦ ટકાથી વધારે લોકોને કેન્સર , ફેફસા, લીવર સંબંધિત રોગ ના લક્ષણો જોવા ન મળ્યા. ટમેટાના રસમાં ફ્રી રેડિકલ્સ હોય છે જે કેન્સર થી રાહત આપે છે.
ઘણા લોકોને વાયરલ બીમારીઓ વારંવાર થઈ જતી હોય છે. આવા લોકોએ ભોજનમાં ટામેટાનો રસ અચૂક લેવો જોઈએ. ટામેટાનો રસ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને ઘણા રોગોથી રાહત મળે છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.