મિત્રો દાંત નો દુખાવો જ્યારે થાય છે ત્યારે કોઈપણ કામ સારી રીતે કરી શકાતું નથી. કારણ કે એવી હોય છે કે જેના કારણે ખાવા – પીવાથી લઈને વાતચીત પણ શક્ય બનતી નથી.
દાતનો દુખાવો માણસને બેહાલ કરી નાખે છે. તેવામાં ન છૂટકે પેઇનકિલર ખાવી પડે છે. પરંતુ આજે તમને દાંત ના દુખાવા માંથી તુરંત જ રાહત આપે એવા દેશી ઈલાજ જણાવીએ.
આ દેશી ઈલાજ કરવાથી તમને દાંતના દુખાવામાં તુરંત જ રાહત મળી જશે. ધવલ જેટલી ઝડપે અસર કરે એટલી ઝડપથી આ દેશી નુસખા પણ અસર કરશે અને તમને દાંત ના દુખાવા માંથી મુક્તિ અપાવશે.
તો ચાલો તમને જણાવીએ દાંત નો દુખાવો દુર કરતા દેશી નુસખા વિશે. સૌથી પહેલા ડુંગળી આવે છે. ડુંગળીમાં એવા તત્વ હોય છે જે દુખાવો દુર કરે છે.
તેના માટે સૌથી પહેલા ડુંગળીના ટુકડા કરી લો અને જ દુખાવો થતો હોય તે દાંત થી બરાબર એક ટુકડાને ચાવો. આ રીતે ડુંગળીનો રસ દુખાવો થતાં દાંતમાં ઉતરશે અને દુખાવાથી રાહત મળશે.
હીંગ પણ જાતનો દુખાવો તુરંત જ દૂર કરે છે. તેના માટે એક ચપટી હિંગ માં ત્રણ થી ચાર ટીપાં લીંબુનો રસ નાખી તેની પેસ્ટ બનાવો અને દુખતો હોય તે દાંત ઉપર આ પેસ્ટ લગાવી દો. પાંચ જ મિનિટમાં તમને દુખાવાથી આરામ મળવા લાગશે.
એક ગ્લાસ ગરમ પાણીમાં સિંધવ મીઠું ઉમેરો અને આ પાણી થી કોગળા કરવાથી દાંતનો દુખાવો મટશે.
જો પેઢામાં સોજો હોય અને દાંતનો દુખાવો થતો હોય તો અડધી ચમચી મીઠું લઈ તેમાં થોડા ટીપા સરસવનું તેલ ઉમેરી હવે તેનાથી દાંત ઉપર માલિશ કરો. થોડી જ વારમાં તમને દુખાવો મટી જશે.
દાતનો દુખાવો દૂર કરવા માટે લવિંગ અકસીર ઉપાય છે. તેના માટે 3, 4 લવિંગનો ભૂકો કરીને દુખતા દાંત ઉપર લગાવી દેવાથી દુખાવો તુરંત જ મટી જાય છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.