દોસ્તો સામાન્ય રીતે ખસખસ નો ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવતો હોય છે. જે કીંમતમાં મોંઘી પરંતુ સ્વાદમાં લાજવાબ હોય છે. તેને વાનગીઓમાં ઉપરથી ઉમેરવામાં આવે તો વાનગીનો સ્વાદ અનેક ઘણો વધારી શકાય છે.
આજ કારણ છે કે લોકો ખસખસ નો ઉપયોગ શાકભાજીમાં, વાનગીઓમાં અને અન્ય ઘણી જગ્યાએ પાછળથી ઉમેરવા માટે કરતા હોય છે. ખસખસ કદમાં એકદમ નાની હોય છે અને દેખાવમાં રાજગરા જેવી જ દેખાય છે પરંતુ શું તમે જાણો છો કે કદમાં નાની ખસખસ ઘણી બીમારીઓથી છુટકારો અપાવવાનું કામ કરે છે.
એક અહેવાલ મુજબ ખસખસમાં કેલ્શિયમ, પોટેશિયમ, કેલરી, આર્યન વગેરે જેવા પોષક તત્વ મળી આવે છે. જે શરીરમાંથી થતા દુખાવા અને પેટ સંબંધી રોગોથી છુટકારો અપાવવા નું કામ કરે છે. જો કોઈ વ્યક્તિ ખસખસને દૂધમાં ઉમેરીને પીવે છે તો તેમાંથી મળી આવતા પોષક તત્વોનું પ્રમાણ વધી જાય છે.
વળી ઘણી દવાઓ બનાવવા માટે પણ ખસખસ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ જ કારણ છે કે તમારે ઔષધિય ગુણોથી સમૃધ્ધ ખસખસનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં ખસખસમાં મળી આવતા પોષક તત્વો તમારા શરીરમાં થઈ રહેલા દુખાવાથી છુટકારો અપાવે છે. આ માટે તમારે અસરગ્રસ્ત વિસ્તારની ખસખસના તેલથી માલિશ કરવી પડશે, જેનાથી દુખાવાથી તરત જ છુટકારો મળશે.
જો તમને ઊંઘ આવી રહી નથી અને તમે અનિંદ્રાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે એક ગ્લાસ દૂધમાં ખસખસ ઉમેરીને સેવન કરવું જોઇએ. તેનાથી તમને રાત દરમિયાન સારી ઊંઘ આવશે. આ સાથે જો તમે શ્વાસ સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો પણ તમે ખસખસ સાથે દૂધનો ઉપયોગ કરી શકો છો.
ખસખસ ની તાસિર ઠંડી હોય છે, જે શરીરમાં ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. આ માટે તમારે એક ખસખસને સીધી ખાવાની રહેશે, જેનાથી કબજિયાત, અપચો, મોઢામાં ચાંદા પડવા વગેરે જેવી નાની-નાની સમસ્યાઓ થી છુટકારો મળશે અને તમારું પેટ એકદમ સાફ થઈ જશે.
ખસખસની અંદર સેલેનિયમ મળી આવે છે, જે થાઈરોઈડની સમસ્યા થી છુટકારો અપાવવા માટે કારગર માનવામાં આવે છે. આ માટે તમારે રાત્રે સૂતી વખતે ખસખસની અડધી ચમચી ખાવાની રહેશે.
જો તમને પથરીની સમસ્યા થઈ હોય તો તમારે ખસખસ નો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં ખસખસ માં ઓક્સાલેટ્સ મળી આવે છે, જે તમારી કિડનીમાં રહેલી પથરીને મૂત્ર માર્ગે બહાર કાઢવાનું કામ કરે છે.
આ સાથે જો તમારા ચહેરા પર ખીલ થયા હોય તો તમારે દૂધમાં ખસખસની પેસ્ટ ઉમેરી દેવાની રહેશે અને ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર લગાવવાની થશે. જેનાથી તમારો ચહેરો એકદમ યુવાન બની જશે અને ખીલથી છૂટકારો મળશે.
જો તમે હાઇ બ્લડપ્રેશરથી પીડાય રહ્યા છો તો તમારે ખસખસ નો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં ખસખસ માં પોટેશિયમ મળી આવે છે, જે બ્લડ પ્રેશરને કાબૂમાં કરીને તમને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે.
આયુર્વેદ પ્રમાણે સુંદરતા વધારવા માટે પણ ખસખસ કામ કરે છે, આ માટે તમારે સૌથી પહેલા દહીં અથવા મધ સાથે ખસખસ મિક્સ કરીને ચહેરા પર લગાવવાનું રહેશે. જેનાથી તમારો ચહેરો એકદમ ચમકદાર બની જશે.
ખસખસમાં વિટામિન અને આયર્ન મળી આવે છે, જે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. આ સાથે જો તમે લોહીની ઉણપ નો સામનો કરી રહ્યા છો તો પણ તમે ખસખસ નો ઉપયોગ કરી શકો છો. તેનાથી એનિમિયાની સમસ્યાથી છુટકારો મળે છે. આ સાથે ખસખસમાં ફોસ્ફરસ પણ મળી આવે છે, જે દાંતના દુખાવાને દૂર કરવાનું કામ કરે છે.