આયુર્વેદ

આયુર્વેદ અનુસાર આ દવાથી ખરજવું, ધાધર, વાયરલ ચેપ, ઉધરસ જેવા રોગથી મળશે રાહત, મળશે 100% પરિણામ.

દોસ્તો આજ પહેલા તમે ગલગોટાના ફૂલ વિશે સાંભળ્યું અથવા જોયું હશે. જે દેખાવમાં ખૂબ જ ખૂબસૂરત લાગે છે, તેનો રંગ કેસરી અથવા લાલાશ પડતો હોય છે અને તેની સુગંધ પણ લાજવાબ હોય છે.

જો કોઈ ઘરની આજુબાજુ ગલગોટા ના છોડનો ઉછેર કરવામાં આવે છે તો ઘરની અંદર આખો દિવસ તેની ખુશ્બૂ ફેલાતી રહે છે પરંતુ શું તમે જાણો છો કે દેખાવમાં ખૂબસૂરત દેખાતા ગલગોટા ઘણી બીમારીઓનો ઇલાજ પણ છે. જો ના, તો આજના આ લેખને અંત સુધી વાંચજો, કારણ કે આજે અમે તમને ગલગોટા ના ઉપયોગ થી થતા ફાયદા વિષે માહિતગાર કરવા જઈ રહ્યા છીએ.

જો તમે ગેસ, કબજિયાત, અપચો વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમારે ગલગોટાના પત્તામાંથી બનેલી ચાનું સેવન કરવું જોઈએ. આ સાથે જો તમે ગલગોટાની દાંડી નો ઉપયોગ કરો છો તો તમને સાંધાના દુખાવા, ચામડીના રોગો, પગના ગુમડા, જખમો, ઊંડા ઘાવ વગેરે જેવી સમસ્યાઓ થી છુટકારો મળે છે.

જો તમને રાત્રે સૂતી વખતે મચ્છરો વારંવાર હેરાન કરે છે તો તમારી ગલગોટાના તેલનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી મચ્છર કરડવાની સમસ્યાથી છુટકારો મળે છે સાથે સાથે અન્ય કીટકો પણ તમારાથી દૂર રહે છે. વળી આ તેલનો ઉપયોગ કરીને તમે ચામડીના રોગોથી પણ રાહત મેળવી શકો છો.

જો તમને કોઈ જગ્યાએ ભારે ઘાવ થઈ ગયો છે અને તેમાંથી સતત લોહી વહી રહ્યું છે તો તમારે ગલગોટાના તેલનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં ગલગોટાના તેલમાં એન્ટી અસરો હોય છે, જે તીવ્ર ઘાવથી છુટકારો અપાવવા નું કામ કરે છે.

આ સાથે ગલગોટાના તેલમાં શામક અસર હોય છે, જે શરીરમાં થઈ રહેલ તીવ્ર દુખાવો, ચામડીના રોગો, બળતરા, ડિપ્રેશન, તણાવ, ચિંતા, હતાશા વગેરેથી રાહત આપે છે.

જો તમારા ચહેરા પર ખીલ, ડાઘ, ધાધર, ખરજવુ, ખંજવાળ વગેરે થઈ હોય તો તમારે ગલગોટાના તેની મદદથી માલિશ કરવી જોઈએ. જેનાથી તમારી ત્વચા એકદમ ચમકદાર બની જાય છે અને જૂનામાં જૂના ચર્મ રોગથી રાહત મળે છે.

જો તમને શરદી, ઉધરસ અથવા વાયરલ તાવ આવ્યો હોય તો તમારે નહાવાના પાણીમાં ગલગોટાના તેલનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં નાહવાના પાણીમાં ગલગોટાના તેલ ને ઉમેરીને સ્નાન કરવાથી ચર્મ રોગ થી છુટકારો મળે જ છે સાથે સાથે જો તમે લાંબા સમય સુધી ઉધરસ રહી હોય તો તેનાથી પણ રાહત મળી શકે છે.

જો તમે કોઈ જગ્યાએ બળી ગયા છો અથવા ખીલ અને ડાઘ થઈ ગયા છે તો તમારે ગલગોટાની ચા બનાવીને પીવી જોઈએ. હકીકતમાં આ ચાનું સેવન કરવાથી ત્વચામાં નબળા પડી ગયેલા કોષો ખુલી જાય છે અને તમને નવી ત્વચા મળે છે, જેથી કરીને બળી ગયેલી ત્વચા છુટકારો મળે છે અને ત્વચાના કોષો રિપેર થવામાં પણ લાંબો સમય લાગતો નથી.

ગલગોટાના ફૂલમાં એન્ટિઓક્સિડન્ટ ગુણધર્મ હોય છે, જે તમને તણાવ અથવા હતાશા થી છુટકારો અપાવે છે. આ સાથે આ ફૂલનો ઉપયોગ વૃદ્ધત્વને ની અસરો ઓછી કરવા માટે પણ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *