દોસ્તો આજના સમયમાં વધારે પ્રમાણમાં મોબાઇલનો ઉપયોગ અને ટીવી સ્ક્રીન અથવા કોમ્પ્યુટર પર વધારે સમય પસાર કરવાને લીધે લોકોની આંખો નબળી પડવા લાગી છે.
જેના લીધે આંખોના નંબર નો સામનો કરવો પડતો હોય છે અને વ્યક્તિને ના છૂટકે ચશ્મા પહેરવા પડે છે. જોકે આ સમસ્યા જ્યારે આગળ વધે છે ત્યારે મોતિયો વ્યક્તિને પરેશાન કરતો હોય છે.
હકીકતમાં જ્યારે વ્યક્તિને મોતિયો આવી જાય છે ત્યારે તે વ્યક્તિની રોશનીમાં ઝાંખપ આવવા લાગે છે અને તેને કોઈપણ વસ્તુ જોવામાં તકલીફ પડી શકે છે. જોકે આ સમસ્યાને ઓપરેશન કરાવીને દૂર કરી શકાય છે પંરતુ આજના આ લેખમાં અમે તમને ઘરેલુ ઉપાય દ્વારા ઓપરેશન વગર મોતીયા ની સમસ્યા કેવી રીતે દૂર કરી શકાય છે, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
તમને જણાવી દઈએ કે આ ઉપાય અજમાવવાથી મોતિયો તો દૂર થાય જ છે સાથે સાથે આંખોની રોશનીમાં પણ વધારો થઈ શકે છે. જેના લીધે આપણે આંખોમાં ચશ્મા પહેર્યા વિના આ સુંદર દુનિયાને જોઈ શકીએ છીએ.
તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે ગૌમૂત્રના એકાદ બે ટીપાં નાકમાં નાખો છો તો આંખોની ઝાંખપ સહિત મોતિયા ની સમસ્યા ઓછી કરી શકાય છે. હકીકતમાં ગૌમૂત્રમાં વિટામિન સી વધારે પ્રમાણમાં મળી આવે છે,
જે આંખોની સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે. આ સિવાય મોતિયો ની સમસ્યા પરેશાન ના કરે એ માટે તમારે ભોજનમાં લીલા પાંદડાવાળા શાકભાજી શામેલ કરવા જોઈએ.
આ સિવાય તમારે મોતિયા ની સમસ્યાને દૂર કરવા માટે કાચી સફેદ ડુંગળીનો રસ, શુદ્ધ મધ 10-10 ગ્રામ લઈને મિક્સ કરી દેવું જોઈએ. ત્યારબાદ તમારે તેમાં 2 ગ્રામ કપૂર મિક્સ કરી લેવું જોઈએ. હવે તમારે આ પેસ્ટને રાતે સૂતા પહેલાં એક ટીપા સ્વરૂપે આંખમાં નાખવી જોઈએ. આ ઉપાય અજમાવવાથી ઓપરેશન વગર આંખના મોતિયા થી તમને રાહત મળશે.
જો તમારી આંખોની રોશની ઓછી થઈ ગઈ છે તો તમારે મધની મદદથી આંખોને આંજવી જોઇએ. આ સિવાય તમારે રાતે સૂતી વખતે બદામને પાણીમાં પલાળીને બીજા દિવસે સવારે ઊઠીને આ બદામમાં કાળા મરી અને ખાંડ મિક્સ કરીને ખાવામાં આવે તો પણ આંખોની રોશની વધારી શકાય છે.
જો તમે ત્રિફળા પાવડરને પાણીમાં ઉમેરીને એક મિશ્રણ બનાવી લો છો. ત્યારબાદ તેને ફિલ્ટર કરીને પાણી અલગ કરી તેનાથી આંખો સાફ કરો છો તો પણ આંખોની રોશનીમાં વધારો થાય છે અને મોતિયા ની સમસ્યા હેરાન કરતી નથી. આ સાથે તમારે ભોજનમાં પાલકનો રસ પીવાનો શરૂ કરી દેવો જોઈએ. જે આંખોની રોશનીમાં વધારો કરવામાં મદદ કરી શકે છે.