આ ખાસ ડ્રીંક સામાન્ય શરદીથી લઈને ફેફસાના રોગ સુધીની સ્વાસ્થ્ય સમસ્યાઓને દવા વિના કરશે દૂર.

રસોડાના આ મસાલાઓ સાથે રાખેલી હળદર અત્યંત ગુણકારી છે. હળદરનો ઉપયોગ રસોઈની સાથે દવા તરીકે પણ કરવામાં આવે છે. આયુર્વેદમાં હળદરનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હળદરને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ નું રામબાણ ઈલાજ કહેવામાં આવી છે. તેમાં પણ હળદરને જો તમે એક ખાસ રીતે પીવાનું રાખો તો તે દવા થી પણ ઝડપથી અસર કરે છે અને શરીરની તકલીફોને દૂર કરી દે છે.

આમ તો હળદરનો ઉપયોગ તમે ઈજા થઈ હોય તો તેના ઘા પર મલમ તરીકે, શરદી ઉધરસ થઈ હોય તો દવા તરીકે લીધી હશે. પરંતુ આજે તમને હળદરની પીવાની ખાસ રીત જણાવીએ. આ રીતે તમે હળદર પીશો તો તમને માથાથી લઈને પગ સુધી ની અનેક સમસ્યાઓથી રાહત મળી જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હળદરને ગરમ દૂધમાં ઉમેરીને દુધ ને સાકર વિના એટલે કે મોળું જ પીવાથી હળદર થી થતા ફાયદા વધી જાય છે. આ દૂધ પીવાથી પેશાબમાં થતી બળતરા પણ તુરંત જ મટે છે.

ઘણા લોકો ના હાડકા ખૂબ જ નબળા હોય છે. જેના કારણે તેમને થાક લાગે છે શરીરમાં દુખાવો થાય છે. તો વળી કેટલાક લોકો એવા હોય છે જેને સાંધાના દુખાવા સખત લેતા હોય.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ બંને સ્થિતિમાં હળદર નું દૂધ અત્યંત ગુણકારી સાબિત થાય છે. કારણ કે દૂધ અને હળદર બંને હાડકાને મજબૂત બનાવે છે અને દુખાવાને દૂર કરે છે.

ઘણા લોકોને વારંવાર શરદી અને ઉધરસ થઈ જતા હોય છે તેનું કારણ હોય છે કે તેમનો ફેફસા નબળા હોય. નબળા ફેફસા હોય અથવા તો યોગ્ય રીતે કામ ન કરતા હોય ત્યારે પણ હળદરવાળું દૂધ પીવું જોઇએ.

નિયમિત રીતે હળદરવાળું દૂધ પીવાથી ફેફસાં મજબૂત થાય છે. આ ઉપરાંત ફેફસાંને લગતી બીમારીઓ જેમ કે અસ્થમા, કફ, શ્વાસનળીમાં સમસ્યા વગેરે પણ દૂર થઈ જાય છે.

શરીરમાં રક્ત પરિભ્રમણ બરાબર થતું ન હોય તો હળદર વાળું દૂધ પીવાની શરૂઆત કરી જ દો. હળદરવાળું દૂધ પીવાથી ચહેરા પર પણ રોનક આવી જાય છે.

હળદર વાળું દૂધ રોજ રાત્રે સૂતા પહેલા પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વાયરલ બીમારીઓ પણ થતી નથી.

જેનું વજન વધી ગયું હોય અને શરીર બેડોળ થઈ ગયું હોય તેને હૂંફાળા દૂધમાં હળદર ઉમેરીને પીવું જોઈએ તેનાથી શરીર સુડોળ બને છે અને જામેલી ચરબી ઓગળવા લાગે છે.

કબજિયાત, અપચો, પેટની તકલીફ જેને રહેતી હોય તેને હૂંફાળા દૂધ સાથે હળદર પીવી જ જોઈએ તેના કારણે પાચનતંત્ર ના રોગ દૂર થઈ જાય છે.

Leave a Comment