ઘરેલું ઉપચાર

મોટાપો, ડાયાબિટીસ, હૃદય રોગ, જેવી જટિલ બીમારીઓનો ઈલાજ છે આ વસ્તુ, અઠવાડિયા સુધી પી લેશો તો જિંદગીભર રહેશે સ્વસ્થ.

દોસ્તો ગ્રીન ટી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં ચા ની જેમ જ ઔષધીય ગુણ પણ મળી આવે છે. તે લીલા રંગની હોવાને કારણે તેને ગ્રીન ટી તરીકે ઓળખવામાં આવે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે ગ્રીન ટી ની ઉત્પત્તિ પાંચ હજાર વર્ષ પહેલા થઈ હતી. જોકે આ સમયે ફક્ત પૂર્વીય દેશોમાં તેનો ઉપયોગ કરતા હતા પરંતુ હાલમાં સમગ્ર ભારતમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ગ્રીન ટીનો ઉપયોગ કરીને તમે વજન તો ઓછું કરી જ શકો છો સાથે સાથે ઘણી બીમારીઓથી પણ છુટકારો મળી શકે છે. ગ્રીન ટી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. જોકે તેના ફાયદા જાણતા પહેલા તમને કહી દઈએ કે તમારે ભૂલથી પણ ખાલી પેટ ગ્રીન ટીનું ભૂખ્યા પેટે સેવન કરવું જોઇએ નહીં. કારણ કે ખાલી તમને નુકસાન થઈ શકે છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ગ્રીન ટી પીવાથી થતા ફાયદાઓ વિષે માહિતગાર કરાવવા જઈ રહ્યા છીએ. તો આજનો આ લેખ અંત સીધું વાંચજો.

એક રિપોર્ટ પ્રમાણે ગ્રીન ટી વજન ઘટાડવા માટે ખૂબ જ કારગર માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ દરરોજ ગ્રીન ટીનું સેવન કરે છે તેની ચરબી ઘણા અંશ સુધી ઘટાડી શકાય છે. આ સિવાય ગ્રીન ટીમાં મળી આવતા પોષક તત્વો તમારા શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. જેનાથી શરીરમાંથી કેલરી બર્ન કરી શકાય છે.

જે લોકો ડાયાબિટિસની સામનો કરી રહ્યા છે તેવા લોકો પણ ગ્રીન ટીનું સેવન કરી શકે છે. તેના સેવન માત્રથી આપણા શરીરમાં ગ્લુકોઝ લેવલ સ્થિર બની જાય છે. હકીકતમાં ગ્રીન ટીમાં પોલી ફેનોલ્સ મળી આવે છે, જે ડાયાબિટીસને કાબૂમાં કરવાનું કામ કરે છે.

આ સાથે ગ્રીન ટીનું સેવન કરવાથી ઇન્સ્યુલીન લેવલમાં વધારો થાય છે અને રક્ત શર્કરા નિયમિત રીતે નિયંત્રણમાં આવી જાય છે. જો તમે ટાઇપ ટુ ડાયાબિટીસના સામનો કરી રહ્યા હોય તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

ગ્રીન ટી આપણા લોહીમાંથી ખરાબ કોલેસ્ટરોલને ઓછું કરવામાં મદદ કરે છે. આ સાથે તેના સેવનથી સારા કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે. એક અધ્યયન પ્રમાણે ગ્રીન ટી લીપોપ્રોટીન એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ના સ્તરને ઓછું કરે છે. જેનાથી તમને હૃદય રોગનો સામનો કરવો પડતો નથી. આ સાથે હાર્ટ એટેક અને સ્ટ્રોકથી પણ છુટકારો મળે છે.

જો કોઈ વ્યક્તિ હાઈબીપી એટલે કે ઉચ્ચ રક્તચાપ ની સમસ્યાનો સામનો કરી રહ્યો છે તો તે વ્યક્તિએ નિયમિત રીતે ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ. હકીકતમાં ગ્રીન ટીનું સેવન કરવાથી વિશેષ પ્રકારના એન્ઝાઇમ ઉત્પન્ન થાય છે.

જે બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવાનું કામ કરે છે. આમ તો બજારમાં બ્લડ પ્રેશરને કાબૂમાં કરવા માટે વિવિધ દવાઓ મળી આવે છે પરંતુ ગ્રીન ટી પ્રાકૃતિક ઉપાય છે. જે બ્લડ પ્રેશર ને કાયમી ધોરણે નિયંત્રણમાં લાવી દે છે.

એક શોધ અનુસાર ગ્રીન ટીમાં પોલિફેનોલ્સ વધુ પ્રમાણમાં હોય છે. જે કેન્સરના કોષોને દૂર કરવામાં મદદ કરે છે. જોકે હજુ સુધી આ બાબતે સંપૂર્ણપણે પુષ્ટિ થઇ શકી નથી કે શું ગ્રીન ટી ખરેખર કેન્સરના કોષોને પ્રભાવિત કરે છે.

વાળ ખરવાની સમસ્યા દૂર કરવા માટે પણ ગ્રીન ટી કામ કરે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જે વાળ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તેમાં વિટામિન ડી પણ પુષ્કળ પ્રમાણમાં આવે છે.

જેના કારણે બે મોઢાવાળા વાળ ની સમસ્યા દૂર થાય છે અને વાળ એકદમ ચમકદાર બની જાય છે. આ સાથે ગ્રીન ટી નો ઉપયોગ પણ વાળનો ગ્રોથ કરવામાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *