ફાસ્ટફુડનું સેવન કરવાથી અને શારીરિક શ્રમના અભાવના કારણે ડાયાબીટીસ હવે ઘરે ઘરનો રોગ બની ગયો છે. ડાયાબીટીસ ખૂબ જ ગંભીર સમસ્યા છે. તેથી તેની સારવાર જરૂરી છે. ત્યારે આજે તમને ડાયાબીટીસને ઘરબેઠા દુર કરે તેવા ઘરગથ્થુ ઈલાજ વિશે જણાવીએ.
ડાયાબીટીસના કારણે જે લોકને વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તેમણે રોજ સવારે અને સાંજે 1-1 ચમચી હળદર પાણી સાથે લેવી જોઈએ.
એક લીટર પાણીમાં 80 ગ્રામ પાકા જાંબુ ઉમેરીને ઉકાળવા. પાણી ચોથા ભાગનું બચે ત્યારે તેને ગાળી તેમાં સાકર ઉમેરી થોડું થોડું પીવાથી ડાયાબીટીસમાં રાહત થાય છે.
જાંબુને તડકામાં સુકવી તેવો પાવડર કરી સ્ટોર કરી લેવો. આ રીતે તેના ઠળીયાનો પણ પાવડર તૈયાર કરી શકાય છે. રોજ 20 ગ્રામની માત્રામાં આ પાલડર લેવાથી ડાયાબીટીસમાં લાભ થાય છે.
200 ગ્રામ જાંબુના ઠળીયા, 50 ગ્રામ લીમડાનો ગળો, 50 ગ્રામ હળદર, 50 ગ્રામ મરી વાટીને ચૂર્ણ તૈયાર કરો. આ ચૂર્ણમાં જાંબુનો રસ ઉમેરી ફરી તડકે સુકવો. હવે આ ચૂર્ણ સવારે અને સાંજે પાણી સાથે એક એક ચમચી લેવું. તેનાથી ડાયાબીટીસ મટે છે.
યુરીનમાં જતી સાકરને રોકવા માટે કારેલાને સુકવીને તેનો પાવડર તૈયાર કરી લેવો. પછી આ પાવડર સારે અને સાંજે લેવાથી ડાયાબીટીસ મટે છે.
જાંબુના ઠળીયાનો પાવડર, હરડે, બહેડા, આમળા, લીમડાની છાલ, મામેજવો સરખા ભાગે લઈ અને ચૂર્ણ તૈયાર કરો. આ ચૂર્ણ સવારે અને સાંજે લેવાથી ડાયાબીટીસ મટે છે. આ પ્રયોગ કરો ત્યારે જમવામાં ઘઉંને બદલ જવનો ઉપયોગ કરવો.
મીઠા લીમડાના પાન પણ બ્લડ શુગરને કંટ્રોલમાં કરે છે. તેનું સેવન કરવાથી ડાયાબીટીસના દર્દીને રાહત થાય છે.
હળદરની ગાંઠના ટુકડા કરી તેને ઘીમાં શેકી તેનો પાવડર કરી લો. હવે આ પાવડરને સાકર સાથે લેવાથી ડાયાબીટીસ મટે છે.
વડની છાલનું ચૂર્ણ કરી રોજ રાત્રે 1 ચમચી પાણી સાથે લેવાથી યુરીન સંબંધિત સમસ્યા જે ડાયાબીટીસના કારણે થાય છે તે મટે છે.
આમળા અને વરિયાળીને સરખાભાગે લઈ રોજ સવારે 1-1 ચમચી પાણી સાથે લેવાથી ડાયાબીટીસ મટે છે.
આંબાના કુણા પાનને સુકવી તેનું ચૂર્ણ બનાવી લેવું આ ચૂર્ણ જમ્યા પછી પાણી સાથે લેવાથી ડાયાબીટીસ મટે છે.
સીતાફળના પાનને પાણીમાં ઉકાળી તેનું સેવન કરવાથી પણ ડાયાબીટીસ મટે છે.
લીમડાના કુણા પાનનો રસ બનાવી તેને પીવાથી ડાયાબીટીસ મટે છે.
50 ગ્રામ લીલી હળદર, 10 તુલસીના પાન, 30 બીલીપત્રને એક ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે આ બધી વસ્તુને મસળી તેને પાણીમાંથી ગાળીને કાઢી નાખો અને તે પાણી પી જવું. આ પાણી પીધાની એક કલાક સુધી કંઈપણ ખાવું પીવું નહીં.