ત્વચા પર થતા ખીલ, ડાઘ, કરચલીઓ મનની ચિંતા વધારી દે છે. આજના સમયમાં પ્રદૂષણ, પોષણયુક્ત આહારનો અભાવ જેવા કારણે ત્વચાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. ત્વચાની આ પ્રકારની બધી જ સમસ્યાથી મુક્તિ મેળવવી સરળ છે.
જો કે આ જાણકારીનો અભાવ હોવાથી ત્વચાને લઈને લોકો ચિંતીત રહે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે તમે ત્વચા સંબંધિત સમસ્યાઓથી કેવી રીતે મુક્ત રહી શકો છો. તે પણ કોઈપણ જાતની દવા કર્યા વિના.
ત્વચાના રોગ, કેન્સર વગેરેથી શરીરને બચાવે છે આલુ. આલુમાં પોષકતત્વો ભરપુર હોય છે. તે શરીરને સ્વસ્થ રાખે છે અને ત્વચાને સુધારે છે. આલુનું નિયમિત સેવન કરવાથી ત્વચાનું કેન્સર થતુ પણ અટકે છે.
આલુમાં વિટામીન ઉપરાંત ખનીજ અને એન્ટી ઓક્સીડન્ટ તત્વો અને રસાયણિક ઘટકો હોય છે. જે ત્વચા સંબંધિત સમસ્યાને દુર કરી અને ત્વચા પર નિખાર લાવે છે. આ નિખાર મોંઘી પ્રોડક્ટ કે ટ્રીટમેન્ટ કરાવવાથી પણ મળતો નથી.
આલુના ઉપયોગથી તમે ત્વચાની સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. તો ચાલો જણાવીએ આલુના અસરકારક ઉપાયો વિશે. જ્યારે ત્વચા અંદર કે બહારથી ડેમેજ થાય છે તો તેની અસર તુરંત દેખાવા લાગે છે.
તેવામાં આલુનો ઉપયોગ કરવાથી ત્વચાના સેલ્સ એક્ટિવ થાય છે અને ત્વચા પુનર્જિવિત થાય છે. તો ચાલો હવે જણાવીએ કે આલુનો ઉપયોગ તમે કઈ કઈ રીતે કરી શકો છો.
આલુ અને દહીંને મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને ચહેરા પર લગાવી 20 મિનિટ રાખો. ત્યારબાદ ચહેરો હુંફાળા ગરમ પાણીથી સાફ કરો. તેનાથી રંગ ખીલી ઉઠે છે. તેનાથી ત્વચાના મૃત દોષ દુર થાય છે.
આલુનો ઉપયોગ એન્ટી એજીંગ ફેસ માસ્ક તરીકે પણ કરવામાં આવે છે. આ માસ્કનો ઉપયોગ કરવાથી ત્વચાના રોમ છીદ્રો દુર થાય છે. તેનાથી ત્વચા તરોતાજા રહે છે.
આલુ પ્રોટીનથી ભરપુર હોય છે. જે ત્વચાના કોષને સ્વસ્થ રાખે છે. તેનાથી ત્વચાને પોષણ મળે છે અને ત્વચા લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે.
આલુમાં રહેલા બીટા કેરોટીન, વિટામીન સી ત્વચાને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થયેલા ડેમેજથી બચાવે છે. ઉનાળામાં તેનો ઉપયોગ નિયમિત કરવાથી ત્વચાને તડકાના કારણે થતું નુકસાન અટકે છે.