શરદી, ઉધરસ અને ગળાનો દુખાવો થાય ત્યારે તકલીફ ખૂબ પડે છે. જો શરદીની અસર પણ હોય તો ગળામાં દુખવા લાગે છે. આ સ્થિતિ સૌથી ખરાબ હોય છે કારણ કે તેના કારણે ખાવા-પીવામાં તકલીફ થાય છે. પાણી પીવાથી પણ ગળામાં દુખવા લાગે છે.
ઘણીવાર ઉધરસના કારણે પણ ગળામાં સોજો, દુખાવો રહે છે. તેવામાં વાત કરવામાં પણ ગળું દુખવા લાગે છે અને ઉધરસ શરુ થઈ જાય છે. આ સ્થિતિમાંથી 10 જ મિનિટમાં રાહત આપે તેવો ઉપાય તમને જણાવીએ. આ ઉપાય છે સ્ટીમ લેવાનો.
સ્ટીમને આયુર્વેદમાં નાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાસ લેવાથી બંધ થયેલું નાક ખુલે છે અને સાથે જ છાતીમાં જામેલો કફ દુર થાય છે. નાસ લેવાથી શરદી પણ મટી જાય છે. આજે તમને વિસ્તારપૂર્વક જણાવીએ કે નાસ લેવાથી શરીરને કેટલા લાભ થાય છે.
નાસ ફક્ત શરદી હોય ત્યારે લેવાય એવું નથી. ઉધરસ, ગળાનો દુખાવો, કફ હોય ત્યારે પણ નાસ લઈ શકાય છે અને તેનાથી લાભ થાય છે. જો કે અલગ અલગ સમસ્યામાં અલગ અલગ વસ્તુથી નાસ લેવાની હોય છે.
જો ઉધરસ હોય તો નાસ લેવાના પાણીમાં અજમો અને ફુદીનો ઉમેરવો. આ વસ્તુનો ઉપયોગ કરવાથી ગળાની બળતર દુર થાય છે અને ઉધરસથી પણ રાહત થાય છે.
જ્યારે ચહેરા પર ખીલ થઈ જાય તો નાસ લેવાથી ખીલ મટે છે. નાસ લેવાથી ત્વચાની ગંદકી દુર થાય છે અને સાથે જ ડેડ સ્કીન પણ દુર થાય છે.
નાસ લેવાથી રક્તપરિભ્રમણ બરાબર રીતે થાય છે. શરીર હોય ત્યારે નાક વડે સ્ટીમ લેવાથી નાક ખુલી જાય છે અને માથાનો દુખાવો પણ મટે છે.
શરદીની શરુઆતમાં જ સ્ટીમ લઈ લેવાથી શરદી તુરંત મટે છે અને વધતી પણ અટકે છે. કફ હોય અને નાસ લેશો તો કફ મળ વાટે બહાર નીકળી જાય છે.
જો શરદીના કારણે નાક બંધ હોય સુતી વખતે શ્વાસ લેવામાં સમસ્યા થતી હોય તો સૂતા પહેલા 10 મિનિટ નાસ લેવાનું રાખો. નાક તુરંત ખુલી જશે.
ફેફસાને મજબૂત બનાવવા માટે પણ સ્ટીમ લેવી જોઈએ. સ્ટીમ લેવાથી ફેફસાની કાર્યક્ષમતા વધે છે. અને ફેફસાને લગતી સમસ્યા દુર થાય છે. તેના માટે પાણીમાં બામ ઉમેરવું જોઈએ.