15 દિવસમાં પાતળા થવાનો જાણો સૌથી સરળ અને અસરકારક ઉપાય.

જીવનશૈલીના કારણે શરીરમાં થતી કેટલીક સમસ્યાઓમાંથી એક સમસ્યા સ્થૂળતા પણ છે. સ્થૂળતાના કારણે શરીરમાં અન્ય બીમારી પણ ઘર કરી જાય છે. સ્થૂળતાનું મુખ્ય કારણ બેઠાળુ જીવનશૈલી અને આહારની ખોટી આદતો છે. આ બંને સ્થિતિમાં પેટની ચરબી ઝડપથી વધે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો એક વખત પેટની ચરબી વધી ગઈ તો તેને ઘટાડવું મુશ્કેલ થઈ જાય છે. ત્યારે આજે જે લોકો વજન ઝડપથી ઘટાડવા ઈચ્છે છે તેમના માટે એક સૌથી ઝડપી અને અસરકારક ઈલાજ વિશે જણાવીએ. આ ઈલાજ એકદમ ઘરગથ્થુ છે. વજન ઘટાડવા માટે જે વસ્તુનું સેવન કરવાનું છે તેને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો.

ખાસ વાત એ છે કે આ ઉપાય કરવાથી કોઈપણ પ્રકારની આડઅસર વિના 15 દિવસમાં વજન ઘટે છે. ફટાફટ વજન ઘટાડતો આ ઉપાય કરવા માટે એક તપેલીમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મુકો. તેમાં એક લીંબુના ચાર ટુકડા કરી અને તેમાં ઉમેરો. પછી તેમાં એક ચમચી જીરું ઉમેરી પાણીને 5 મિનિટ ઉકાળો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જ્યારે પાણીમાં લીંબુ અને જીરુંના પોષકતત્વો આવી જાય છે તો આ પાણી ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. આ પાણી પીવાથી શરીરની ચરબી ઝડપીથી ઓગળે છે. જીરું મેટાબોલીઝમ સુધારે છે અને લીંબુ ચરબી ઓગાળે છે. આ પાણી પીવાથી શરીરની સ્થૂળતા ઝડપથી દુર થાય છે.

આ પાણી નિયમિત પીવાનો ઉપાય કરવાથી ચરબી ઝડપથી ઓગળે છે. આ ઉપાય કરવા સિવાય તમે અન્ય એક ઉપાય કરી શકો છો. તેના માટે એક કપ ગૌમૂત્રને કપડાથી ગાળી અને તેમાં અડધી ચમચી હરડે પાવડર ઉમેરી સવારે અને સાંજે લેવાનું રાખવું. જો તાજું ગૌમૂત્ર મળે નહીં તો તમે તેનો અર્ક પણ પી શકો છો. તેનાથી 3 મહિનામાં વજન ઉતરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

રોજ સવારે એક ગ્લાસ હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી લીંબુનો રસ અને 2 ચમચી મધ ઉમેરીને પીવાથી વજન ઘટે છે. આ સિવાય એક ગ્લાસ પાણીમાં 1 ચમચી તજ પાવડર ઉમેરીને પાણી 5 મિનિટ ઉકાળો.

આ પાણી હુંફાળુ ગરમ હોય ત્યારે પી જવું. આ પાણી સવારે ખાલી પેટ અને રાત્રે સુતા પહેલા પીવાનું છે. ઝડપથી વજન ઘટાડવું હોય તો બદામનું સેવન પણ કરવું જોઈએ.

બદામ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તેમાં ફાયબર વધારે હોય છે અને કેલેરી ઓછી હોય છે જે પેટ ભરેલું રાખે છે અને ચરબીને ઓગાળે છે.

ટામેટાનું સૂપ પીવાથી પણ વજન ઘટે છે. પરંતુ આ સુપ અલગ રીતે તૈયાર કરવું. તેના માટે ટામેટાની પ્યૂરી કરી તેમાં મરી, સંચળ, જીરું, હળદર, સુંઠ અને ગોળ ઉમેરી ઉકાળો. પછી આ સુપ જમતા પહેલા પીવાથી વજન ઘટે છે.

Leave a Comment