આયુર્વેદ

એક જ કલાકમાં ગમે તેવી કબજિયાત હશે પેટ આવી જશે સાફ, તેના માટે ખાવાની છે આ વસ્તુ.

સુકામેવામાંથી એક એવા અંજીરનો ઉપયોગ મીઠાઈમાં સૌથી વધુ કરવામાં આવે છે. આ સિવાય સ્વાસ્થ્ય લાભ માટે અંજીરનો ઉપયોગ પાણીમાં પલાળીને પણ કરવામાં આવે છે. અંજીરનું સેવન દુધ સાથે કરવાથી પણ લાભ થાય છે.

અંજીર ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને તેમાં કેલ્શિયમ, વિટામીન એ, બી સહિતના પોષકતત્વ હોય છે. અંજીરનું સેવન કરવાથી કબજિયાત મટે છે. અંજીરમાં ફાયબર ભરપુર પ્રમાણમાં હોય છે જે વધતા વજનને ઘટાડે છે અને ચરબી પણ દુર કરે છે. સાથે જ પલાળેલું અંજીર ખાવાથી પેટ સાફ થાય છે.

અંજીર વજન ઘટાડવા અને વધારવા બંને માટે ઉપયોગી છે. અંજીરને પાણી સાથે લેવાથી વજન ઉતરે છે અને દૂધ સાથે લેવાથી વજન વધે છે. આજે તમને જણાવીએ અંજીરના ઉપયોગથી તમે કબજિયાતથી મુક્તિ કેવી રીતે મેળવી શકો છો.

પાણીમાં પલાળેલું અંજીર ખાવાથી કબજિયાત દૂર થાય છે. જે લોકોને હરસની તકલીફ હોય તેઓ પલાળેલા અંજીરનું સેવન કરે તો મસાની સમસ્યામાં રાહત થાય છે. આ સિવાય પણ અંજીરથી ઘણા લાભ થાય છે. જેમકે..

અંજીરના ટુકડા કરી પાણીમાં ઉકાળો. પછી તેમાં જેઠીમધ અને હળદર ઉમેરી તેનું સેવન કરો અથવા કોગળા કરો. તેનાથી ગળામાં આવેલો સોજો દુર થાય છે.

અંજીરમાં કેલ્શિયમ પણ ભરપુર હોય છે. તેનાથી દાંત અને હાડકાને મજબૂતી મળે છે. રોજ અંજીરનું સેવન કરવાથી કાડકા મજબૂત થાય છે.

તેમાં રહેલું ફાયબર કબજિયાત દુર કરે છે અને સાથે જ તે શરીરમાં રક્ત પણ વધારે છે. તેનું દૂધ સાથે સેવન કરવાથી લાભ થાય છે. જે લોકોને અનિયમિત માસિકની સમસ્યા હોય, વધારે રક્તસ્ત્રાવ થતો હોય તેમણે પલાળેલું અંજીર ખાવું જોઈએ. તેનું સેવન કરવાથી સ્તનપાન કરાવતી માતાનું દૂધ પણ વધે છે.

કમરના દુખાવા, સાંધાના દુખાવાની સમસ્યા હોય તો તેનાથી મુક્તિ માટે પણ અંજીરનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે પાણીમાં પલાળેલું અંજીર બેસ્ટ છે. તેનું સેવન કરવાથી ફેફસા સંબંધિત સમસ્યા પણ મટે છે.

પાણીમાં પલાળેલું અંજીર ખાવાથી મહિલાઓને સ્તન કેન્સર થવાનું જોખમ પણ ઘટે છે. તેનાથી હાર્ટ પ્રોબ્લેમ પણ દુર થાય છે. તેમાં રહેલું કેલ્શિયમ હાડકા અને દાંતને મજબૂત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *