ઘણા ભારતીય વ્યંજનમાં ધાણાનો ઉપયોગ થાય છે. ધાણાનો ઉપયોગ અલગ અલગ રીતે અલગ અલગ વાનગીમાં કરવામાં આવે છે. જો કે ભાજનનો સ્વાદ વધારતા ધાણા સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે અને તે પણ દવા વિના.
આર્યુવેદમાં ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતી ઘણી ગુણકારી વસ્તુઓનો ઉલ્લેખ મળે છે. તેમાંથી ધાણા ટોચ પર આવે છે. સુકા ધાણા દરેક ઘરમાં મળે છે. મસાલા તરીકે જે ધાણાનો ઉપયોગ થાય છે તેમાં અનેક ઔષધીય ગુણ હોય છે જે શરીરના લાભ આપે છે.
ધાણા પેટ સાથે જોડાયેલી સમસ્યાઓથી આરામ આપે છે. ધાણાનો ઉપયોગ મૂત્રવર્ધક તરીકે કરવામાં આવે છે. તેનાથી પેશાબ સંબંધિત સમસ્યા દુર થાય છે. આ સિવાય ધાણા સ્કીન, વાળ અને શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે. જેનાથી વારંવાર થતી બીમારીથી બચી શકાય છે.
ધાણામાં વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ ભરપુર હોય છે. જે શરીરની વિવિધ સમસ્યાઓમાં રાહત આપે છે. તેના માટે આજે તમને ધાણાનું પાણી બનાવવાની રીત વિશે જણાવીએ અને સાથે જ તેનાથી થતા લાભ વિશે પણ જણાવીએ.
ધાણાનું પાણી તૈયાર કરવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી ધાણા ઉકાળો. પાણી ઉકળી જાય એટલે ગેસ બંધ કરી પાણીને હુંફાળુ થવા દો.
પાણી હુંફાળુ થઈ જાય એટલે તેનું સેવન કરો. રોજ તમે ધાણાનું પાણી પીશો તો તમે ફ્રેશ અનુભવશો અને શરીરમાં ઉર્જા પણ વધશે. તમારો મૂડ પણ સારો રહેશે.
ધાણાનું પાણી પીવાથી શરીરનું બ્લડ સુગર લેવલ પણ ઓછું થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ધાણાનું પાણી પીવાથી પેટના ઝેરી તત્વો બહાર નીકળે છે.
રોગપ્રતિકારક શક્તિ સુધરે છે – જો તમે નિયમિત ધાણાનું સેવન કરો છો તો રોગ પ્રતિકારક શક્તિ સુધરે છે. ધાણામાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે શરીરને રોગ સામે લડવાની શક્તિ આપે છે.
પાચન શક્તિ સુધરે છે – ધાણાના પાણીનું સેવન કરવાથી મેટાબોલીઝમ સુધરે છે અને પાચનમાં વધારો થાય છે. આ સાથે જ પેટમાં જામેલો મળ પણ બહાર નીકળી જાય છે જેથી શરીર સ્વચ્છ રહે છે.
વજન ઘટે છે – ધાણામાં એવા તત્વો હોય છે જે વજન ઘટાડવામાં મદદરુપ થાય છે. તેનું સેવન કરવાથી મહેનત કર્યા વિના વજન ઘટે છે. તેનાથી પેટની ચરબી ઘટે છે.
વાળ ખરતા અટકે છે – ખરતા વાળ, સફેદ થતા વાળ માટે ધાણાનું પાણી ખૂબ સારું છે. તેનાથી વાળને પોષણ મળે છે અને ખરતા વાળની સમસ્યા દુર થાય છે.
ત્વચા માટે ઉપયોગી – જો ત્વચા ખરાબ થઈ ગઈ હોય, ડેમજ થઈ હોય તો ભોજનમાં ધાણા લેવા ઉપરાંત ધાણાનું પાણી પીવું. તેનાથી ત્વચાને પોષણ મળે છે.