દોસ્તો ભારતીય વ્યંજન મસાલાથી ભરપૂર હોય છે. આ મસાલા એવા હોય છે જે સ્વાસ્થ્યને લાભ કરે છે. આવો જ એક મસાલો છે એલચી. એલચી બે પ્રકારની હોય છે. એક લીલી એલચી અને બીજી કાળી એલચી. જેમાંથી લીલી એલચીથી થતા લાભ વિશે આજે તમને જણાવીએ.
એલચી નો ઉપયોગ મોટાભાગે મીઠાઈના કરવામાં આવે છે તેનાથી મીઠાઈનો સ્વાદ અને સુગંધ વધે છે. પરંતુ આ એન્ટ્રી શરીરની કેટલીક બીમારીઓને પણ દૂર કરી શકે છે.
એલચીમાં ડાયટરી ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટ, ફોસ્ફરસ પુષ્કળ પ્રમાણમાં હોય છે. અને પોષક તત્વો પૂરા પાડે છે અને શરીરને મજબૂત બનાવે છે.
લીલી ઈલાયચી નો ઉપયોગ મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે પણ કરવામાં આવે છે તેને તમે મુખવાસની જેમ પણ ખાઈ શકો છો. આ એલચીનો ઉપયોગ કરીને ડિપ્રેશનની સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે કારણ કે તે મૂડ સુધારે છે.
તેમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ તત્વ હોય છે જે પીરિયડ સમયે થતા દુખાવાને દૂર કરે છે.
ઘણાં લોકોને સતત ચિંતા અને હતાશા મનમાં રહે છે. આવા લોકોએ એક કપ ગરમ પાણીમાં એલચી ઉમેરીને પીવું જોઈએ. એની તાસીર ઠંડી હોય છે અને તે ડિપ્રેશનની સમસ્યા દૂર કરે છે.
આ સિવાય જે લોકોને એસિડિટી, કબજિયાત, ગેસની તકલીફ રહેતી હોય તેને પણ પાણીમાં એલચી ઉકાળીને પીવું જોઈએ. તેનાથી પાચન તંત્ર મજબૂત રહે છે અને શરીરમાં રક્ત જામતું નથી.
જે લોકોને અસ્થમા કે શ્વાસ સંબંધિત સમસ્યા હોય તેમણે એલચીનો ઉપયોગ કરવો જોઈએ. હવે તમને જણાવીએ કે એલચી નો ઉપયોગ કેવી રીતે અને કેટલી માત્રામાં કરવો.
દિવસ દરમિયાન 2 થી 3 એલચીનું સેવન કરવું જોઈએ. આ રીતે એલચીનો ઉપયોગ કરવાથી કોઈપણ પ્રકારની આડઅસર થશે નહીં અને તેનાથી શરીરને લાભ થશે. રાત્રે સૂતા પહેલાં બે એલચીને પાણીમાં ઉકાળીને આ પાણીનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે.