આયુર્વેદ

ગંભીરમાં ગંભીર ચામડીનો રોગ પણ આ ઔષધિના ઉપયોગી થશે દૂર.

દોસ્તો આપણી આસપાસ એવી અનેક વનસ્પતિ અને જડીબુટ્ટીઓ છે જે આપણને ગંભીર રોગથી પણ મુક્ત કરી શકે છે. પરંતુ યોગ્ય જાણકારીના અભાવમાં આ કારણે આપણે આ વસ્તુઓનો લાભ લઈ શકતા નથી.

આજે તમને એક આવા જ છોડ વિશે જણાવીએ જે તમારી ત્વચાને ગંભીર બીમારીને પણ દૂર કરી શકે છે. માત્ર ત્વચાની જ નહીં પરંતુ શરીરની ઘણી બીમારીઓથી આ ઔષધી છુટકારો અપાવે છે.

ઔષધિ છે તકમરીયા. તકમરીયા તમે પણ ઉપયોગમાં લીધા હશે. તકમરીયા ને પાણીમાં પલાળવા થી તે ભૂલી જાય છે અને પછી તેનો ઉપયોગ ઠંડા પીણામાં કરવામાં આવે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ મિલ્ક શેક અને ફાલુદામાં થાય છે.

તકમરીયામાં કોઈ સ્વાદ નથી પરંતુ તેનું સેવન કરવાથી લાભ થાય છે. તેમાં પ્રોટીન, વિટામિન, ઓમેગા-3, ફેટી એસિડ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે શરીરને તુરંત જ અસર કરે છે.

તકમરીયા નો ઉપયોગ કરવાથી કેટલીક સમસ્યાથી તો તુરંત જ રાહત મળે છે. આજે તેનાથી થતા લાભ વિશે તમને જણાવીએ. તકમરીયા એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે જે હાર્ટના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તકમરીયા નુ સેવન કરવાથી પેટના રોગ પણ દૂર થાય છે.

તકમરીયા નો ઉપયોગ કરવાથી શરીરમાં ફાઇબર ની ખામી રહેતી નથી અને પેટના રોગ નો સામનો કરવો પડતો નથી. તેનું સેવન કરવાથી ભોજન સરળતાથી પચી જાય છે.

જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અને વારંવાર બીમારી થતી હોય તેમણે તકમરીયા ના બીજ નું સેવન કરવું. તકમરીયા પીવાથી શરીરમાં રોગ સામે લડતા સારા બેક્ટેરિયાની સંખ્યા વધે છે.

તકમરીયા હાડકાંને પણ મજબૂત બનાવે છે. તેમાં ફોલેટ હોય છે જે હાડકાની મજબૂતી વધારવાનું કામ કરે છે. તેમાં કેલ્શિયમ પણ હોય છે જે હાડકાના દુખાવા, સંધિવાની સમસ્યાને પણ દૂર કરે છે.

ત્વચા સંબંધિત કોઈ પણ બીમારી હોય તો તકમરીયા નો ઉપયોગ શરૂ કરો. તકમરીયા નો ઉપયોગ કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ કરચલીઓ વગેરે દૂર થાય છે. કેન્સરની સમસ્યામાં પણ તકમરીયા નું સેવન કરી શકાય છે.

તકમરીયા ની તાસીર ઠંડી હોય છે તેથી ઉનાળાની ઋતુમાં તેનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે. જે લોકોને માઇગ્રેન, ટેન્શન, ડિપ્રેશન વગેરે રહેતું હોય તેને તકમરીયાનો ઉપયોગ કરવો જોઈએ.

જે લોકોને વજન ઘટાડવું હોય છે તેમના માટે પણ તકમરીયા દવા જેવું કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *