દહીં ખાવાથી થતા લાભ વિશે તો તમે પણ જાણતા જ હશો. દહીં ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. તેમાં રહેલા પોષકતત્વો શરીરની પોષકતત્વોની જરૂરીયાતોને પુર્ણ કરે છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો કે દહીં શરીર માટે જેટલું લાભકારી છે તેટલું જ ગુણકારી વાળ માટે પણ છે.
દહીંથી બનતા હેર માસ્કનો ઉપયોગ કરવાથી વાળ સંબંધિત બધી જ સમસ્યા દુર થાય છે. દહીંનો આ રીતે વાળમાં ઉપયોગ કરવાથી તમને એવું રિઝલ્ટ મળશે જે તમને મોંઘા શેમ્પુ કંડીશનરનો ઉપયોગ કરવાથી પણ નહીં મળે.
દહીં વાળને લગતી દરેક સમસ્યા દુર કરે છે કારણ તે તેમાં એવા બેક્ટેરિયા લાખોની સંખ્યામાં હોય છે જે શરીરમાં અંદર એન્જાઈમ બનાવવામાં મદદ કરે છે. તેનું હેર માસ્ક લગાવવાથી વાળ ફ્લેક્સિબલ થાય છે અને વાળ હેલ્ધી રહે છે.
દહીંનો ઉપયોગ વાળમાં કરવાથી વાળ સોફ્ટ અને સિલ્કી બને છે. તેનાથી વાળ નાની ઉંમરમાં સફેદ થતા નથી. વાળની દરેક સમસ્યાને દુર કરવી હોય તો મેથીના પાવડરને દહીંમાં ઉમેરી થોડીવાર પલાળી રાખો.
આ મિશ્રણનો ઉપયોગ વાળમાં કરવાથી વાળની દરેક પ્રકારની સમસ્યા દુર થાય છે. જો તમારા વાળમાં ખોડો હોય અને તે દુર થવાનું નામ ન લેતો હોય તો તમે આ માસ્ક લગાવીને ખોડાથી મુક્તિ મેળવી શકો છો.
નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગ્યા હોય તો વાળમાં દહીંનું આ હેર માસ્ક લગાવો. તેનાથી વાળને પોષણ મળે છે અને વાળ કાળા થવા લાગે છે.
વાળનો ગ્રોથ સારો ન હોય તો પણ આ માસ્ક લગાવવાથી લાભ થાય છે. આ વાળ લગાવવાથી વાળ ઝડપથી વધે છે.
જેના વાળ ડ્રાય રહેતા હોય તે પોતાના વાળમાં આ માસ્ક લગાવે તો વાળની ડ્રાયનેસ એકવારમાં જ દુર થઈ જાય છે. આ માસ્ક લગાવવાથી વાળ સિલ્કી અને સોફ્ટ થાય છે.
જ્યારે પણ આ માસ્ક લગાવવું હોય ત્યારે વાળને શેમ્પુ કરી લેવા. ત્યારબાદ મેથી અને દહીંનું માસ્ક તૈયાર કરવું અને વાળના મૂળમાં સારી રીતે માસ્ક લગાવી દેવુ. વાળ પર કેપ પહેરી લેવી અને આ માસ્ક સુકાઈ જાય પછી વાળને સાદા પાણીથી સાફ કરી લેવા. આ માસ્ક લગાવીને તુરંત શેમ્પુ કરવું નહીં.