સવારે ખાલી પેટ કરી લો આ કામ પેટ અને ત્વચાની સમસ્યા થઈ જશે કાયમ માટે દુર.

પાણી આપણા શરીરની સૌથી મોટી જરૂરીયાત છે. દિવસ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. જો તમે પુરતા પ્રમાણમાં પાણી પીવો છો તો જ શરીર તંદુરસ્ત અને નિરોગી રહે છે. પરંતુ દિવસ દરમિયાન શરીર માટે જરુરી છે એટલા પ્રમાણમાં પાણી ઓછા લોકો પીવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પાણીમાં એટલી શક્તિ છે કે તેને જો તમે ખાસ રીતે પીવાની શરુઆત કરો છો તો શરીરની કેટલીક સમસ્યા તો ચપટી વગાડતા દુર થઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ પાણી પીવાની આ ખાસ રીત કઈ છે.

આ ખાસ રીત છે સવારે પાણી પીવાની. સવારે એટલે કે જાગીને તુરંત જ, બ્રશ પણ કર્યા પહેલા, જો તમે આ રીતે પાણી પીવો છો તો શરીરમાંથી ઝેરી તત્વો પેશાબ વાટે બહાર નીકળી જાય છે. આ રીતે પાણી પીને દિવસની શરુઆત કરવાથી શરીરના બધા જ અંગ ફિલ્ટર થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પેટ અને ત્વચાના રોગથી કાયમી મુક્તિ મેળવવી હોય તો રોજ સવારે જાગી અને તમારે વાસી મોઢે 4 ગ્લાસ પાણી પીવાનું છે. ચાર ગ્લાસ એટલે કે અંદાજે 1 લીટર પાણી થશે. જો તમે આટલું પાણી પી લેશો તો શરીરની ગંભીર ગણાતી સમસ્યા પણ દુર થશે. ત્યાર પછી આખો દિવસ પાચનતંત્ર બરાબર કામ કરશે અને ખાધેલો ખોરાક બરાબર પચી જશે.

સવારે આ રીતે પાણી પીવાથી ત્વચાને અદ્ભુત લાભ થાય છે. આ રીતે પાણી પીવાથી ડાર્ક સર્કલ, ખીલ, ખીલના ડાઘ દુર થાય છે. સાથે જ ધીરે ધીરે ત્વચાની બધી જ સમસ્યા દુર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જ્યારે આપણે આ રીતે પાણી પીતા હોય છે ત્યારે શરીરના બધા જ અંગ એક્ટિવ થઈ જાય છે. આ સિવાય રાત્રે શરીરમાં જામેલી ગંદકી પણ બહાર નીકળી જાય છે અને ત્વચા સુંદર બને છે. જે લોકોને શરીરની ચરબી ઘટાડવી હોય તેમણે હુંફાળુ ગરમ પાણી પીવું જોઈએ.

જ્યારે તમે મોં સાફ કર્યા વિના પાણી પીવો છો તો મોઢાની લાળ શરીરમાં જાય છે અને આ લાશ શરીર માટે એન્ટી સેપ્ટીક જેવું કામ કરે છે. આ રીતે પાણી પીવાથી શરીરનું તાપમાન પણ નિયંત્રિત રહે છે. તેનાથી નાની મોટી બીમારી સામે લડવાની શરીરને શક્તિ મળે છે.

તેનાથી તમે સ્ટ્રેસ ફ્રી રહો છો. સવારે પાણી પીવાથી શરીરમાં જે એસિડ જમા થયું હોય છે તે પેશાબ વાટે બહાર નીકળી જાય છે. તેનાથી શરીર અને મન બંનેને લાભ થાય છે.

Leave a Comment