આયુર્વેદ

ચા સાથે નાસ્તામાં ના કરશો આ વસ્તુનું સેવન નહીં તો ડોક્ટર પણ નહીં બચાવી શકે.

દરેક ઘરમાં લોકોના દિવસની શરૂઆત એક કપ ચા થી થાય છે. ચા વિના દરેક વ્યક્તિની સવારે અધૂરી રહે છે. ગુજરાતમાં તો કહેવત છે કે સવારે જેની ચા બગડી એનો દિવસ બગડ્યો. સવારના સમયે આદુ, ફુદીના અને મસાલાવાળી ચા મળી જાય તો દિવસ બની ગયો સમજો.

તેવી જ રીતે સવારે જ ચા બરાબર ન મળે તો આખો દિવસ સુસ્તી રહે છે. જોકે સ્વાસ્થ્ય નિષ્ણાંતો કહે છે કે સવારે ખાલી પેટ સીધી ચા પી લેવી હાનિકારક છે. આ સલાહને માનીને ઘણા લોકો ચાની સાથે નાસ્તો પણ કરે છે.

જોકે ચાની સાથે કેટલીક વસ્તુઓ ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમે અજાણતા આ વસ્તુનું સેવન ચાની સાથે કરો છો તો તમારું વજન બમણી ઝડપથી વધવા લાગશે. આજે તમને જણાવીએ કે કઈ વસ્તુ એવી છે જેનું સેવન ચાની સાથે ન કરવું જોઈએ.

ચણાના લોટમાંથી બનેલી કોઈપણ વસ્તુ ચા સાથે ખાવી ન જોઈએ. આ વાત જાણીને મોટો આંચકો લાગશે કારણ કે મોટાભાગના લોકો ચા સાથે ગાંઠિયા સહિતના ફરસાણના નાસ્તા કરે છે. આ આદત તમને હોય તો આજથી છોડી દો.

ચણાના લોટમાંથી બનેલી વસ્તુઓ ચા સાથે ખાવાથી શરીરમાં ગંભીર રોગ થાય છે અને પાચન સંબંધિત સમસ્યા થાય છે. તેનાથી વજન પણ ઝડપથી વધે છે.

આ સાથે જ ગરમ ચા સાથે ક્યારેય ઠંડી વસ્તુ ખાવી નહીં. પેટમાં ગરમ ચા સાથે ઠંડી વસ્તુ જાય તો પેટના રોગ થાય છે. ઠંડી વસ્તુ એટલે એ કે જેને તમે ફ્રીજમાં રાખી હોય. જેમ કે આઈસક્રીમ, જ્યુસ વગેરે.

ચાની સાથે ક્યારેય પણ ફણગાવેલા કઠોળ, ડ્રાય ફ્રુટ, સલાડ જેવી કાચી વસ્તુઓનું સેવન કરવું નહીં. તેનાથી એસીડીટી અને પેટના રોગ વધે છે.

દહીં કે દહીં થી બનેલી કોઈપણ વસ્તુનો ઉપયોગ ચા સાથે ચા પીધા પછી પણ ન કરવો. દહીં અને ચા પેટ માટે યોગ્ય ખોરાક છે. બંને સાથે કરવાથી અપચો થાય છે.

ઈંડા કે ઈંડાથી બનેલી વસ્તુ પણ ચા સાથે ન લેવી જોઈએ. ચા માં ટેનીન તત્વ હોય છે અને ઈંડામાં પ્રોટીન. બન્નેનું સંયોજન શરીર પર વિપરિત અસર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *