કાળઝાળ ગરમી, મોબાઈલ કે લેપટોપ જેવી વસ્તુ સામે બેસી કલાકો સુધી કામ કરવું, પૂરતી ઊંઘનો અભાવ, પોષણયુક્ત આહારનો અભાવ હોય ત્યારે માથાનો દુખાવો વારંવાર થાય છે.
માથાનો દુખાવો કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. આ સિવાય ઘણા લોકોને માઈગ્રેનની સમસ્યા પણ હોય છે જેમાં અસહ્ય માથાનો દુખાવો થાય છે અને કોઈ પણ કામ કરી શકાતું નથી.
અસહ્ય માથાનો દુખાવો હોય ત્યારે પેઇનકિલર લેવાથી થોડા કલાકો સુધી દુખાવો મટી જાય છે. પરંતુ અનિયમિત જીવનશૈલી હોય તો માથાનો દુખાવો વારંવાર થઇ શકે છે. ત્યારે આજે તમને એક એવો સરળ ઉપાય જણાવીએ જે દવા વિના તમારો માથાનો દુખાવો દુર કરશે.
જ્યારે પણ ઉપર દર્શાવેલા કારણોને લીધે માથામાં દુખાવો થાય ત્યારે આ ઉપાય કરી લેવાથી ગણતરીની મિનિટોમાં જ માથાનો દુખાવો મટી જશે. જ્યારે પણ તમને માથાનો દુખાવો શરૂ થાય ત્યારે જરા પણ સમય વેડફો નહીં અને તુરંત જ આ ઉપાય કરી લેજો.
આ ઉપાય કરવા માટે તજનો પાવડર કરી લેવો અને તેમાં પાણી ઉમેરીને એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને માથા પર લગાવી અને હળવા હાથે માલિશ કરો. આ ઉપાય કરવાથી થોડી જ મિનિટોમાં માથું દુખતું બંધ થઇ જશે.
જો માથાનો દુખાવો હોય અને ઊંઘ ન આવતી હોય તો આ ઉપાય કરવો. તેના માટે જાયફળને ઘસીને પાઉડર બનાવી તેમાં પાણી ઉમેરીને લેપ બનાવો. આ લેપને માથા પર લગાડવાથી માથું ઉતરે છે અને ઊંઘ સારી આવે છે.
જો નિયમિત રીતે માથાનો દુખાવો રહેતો હોય તો આમળાના પાવડરમાં સાકર અને ઘી ઉમેરીને આ મિશ્રણ સવારે ખાલી પેટ ખાઈ જવું તેનાથી તીવ્ર માથાનો દુખાવો પણ મટી જાય છે.
માથાના દુખાવાથી રાહત મેળવવા માટે ડુંગળીને કાપીને તેની સુગંધ લેવાથી પણ રાહત મળે છે. તમે ડુંગળી ને કાપી ને પગ ના તળિયા માટે નથી માલિશ પણ કરી શકો છો તેનાથી માથાનો દુખાવો મટી જાય છે.
ગાયના ઘી ના થોડા ટીપા માથા પર લગાવીને માલિશ કરવાથી દુખાવો તુરંત મટે છે. તજ અને જાયફળ ની જેમ લવિંગની પેસ્ટને પણ માથામાં લગાડવાથી માથું ઉતરે છે.
ગરમીના દિવસોમાં માથું વારંવાર દુખતું હોય તો દિવસમાં ત્રણ વખત તરબૂચનો રસ પીવાથી માથાના દુખાવાથી રાહત મળે છે. ગરમીના દિવસોમાં ગોળ અને આમલીનું પાણી પીવાથી પણ માથાનો દુખાવો મટે છે.
માઈગ્રેન જેવાઓ માથાના દુખાવાથી કાયમી મુક્તિ જોઈતી હોય તો આમળા અને લીમડાની છાલને પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો બનાવીને તેનું સેવન કરો. આ સિવાય માથું દુખે ત્યારે સૂંઠ અને જાયફળને પાણીમાં ઉમેરીને તેનો લેપ માથા પર લગાવો.