કેટલીક એવી વસ્તુઓ હોય છે જેનું સેવન તમે સવારે ખાલી પેટ કરો તો સ્વાસ્થ્યને બમણો લાભ થાય છે. પરંતુ સાથે જ કેટલીક એવી વસ્તુઓ છે જેને ભૂલથી પણ ખાલી પેટ ખાવી જોઈએ નહીં. ઘણી વખત જ્યારે સખત ભૂખ લાગે ત્યારે આપણે આ વસ્તુ કઈ પણ વિચાર્યા વિના ખાઈ લેતા હોય છે.
ઘણીવાર એવું પણ હોય કે લોકોને જાણકારી હોતી જ નથી કે કંઈ વસ્તુઓનું સેવન ભૂખ્યા પેટે ન કરવું જોઈએ. તો ચાલો આજે તમને જણાવીએ કે એવી કઈ વસ્તુ છે જે તમે ખાલી પેટ ખાશો તો તમને નુકસાન થશે.
1. સોડા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પરંતુ જો તમે સોડા ભૂખ્યા પેટ પીશો તો શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. સોડા માં મોટા પ્રમાણમાં કાર્બોનેટ એસિડ હોય છે જે પેટમાં બળતરા કરે છે. જો તમે ખાલી પેટે જ પીવો છો તો પાચનતંત્ર પર ગંભીર અસર થાય છે.
2. સવારમાં જાગીને દરેક વ્યક્તિને ચા અથવા તો કોફી જોતી જ હોય છે. સવારે ચા અથવા તો કોફી પીને જ દિવસની શરૂઆત થાય એવી આદત ઘણાંને હોય છે. જો આવી આદત તમને પણ હોય તો આજથી તેને બદલી દો.
સવારની શરૂઆત હંમેશા નાસ્તો કરીને કરવી જોઈએ. જો તમે તરત જ ચા કે કોફી ખાલી પેટ પી લેશો તો પેટમાં દુખાવો અને બળતરા થશે.
સાથે જ ચા અથવા કોફી ખાલી પેટે પીવાથી શરીરમાં એસિડ બનવા લાગે છે. જો સવારે નાસ્તો કરવો શક્ય ન હોય તો સૌથી પહેલા એક ગ્લાસ માટલાનું પાણી પી લેવું.
3. ટામેટાને સલાડ તરીકે ભોજનની સાથે ખાઓ છો તો તેનાથી ઉત્તમ કંઈ નથી. પરંતુ ક્યારેય ટામેટા ખાલી પેટ ખાવા નહિ.
ખાલી પેટે ટામેટા ઝેર સમાન બની જાય છે. ટામેટામાં એસિડનું પ્રમાણ હોય છે. ખાલી પેટ ટામેટા ખાવાથી શરીરમાં એસિડ વધી જાય છે.
4. ભોજનની સાથે દહીં લેવું અથવા તો દિવસ દરમ્યાન આહારમાં દહીંનું સેવન કરવું શરીર માટે ખૂબ જ સારું છે. પરંતુ ખાલી પેટ દહીં ખાવાની ભૂલ ક્યારેય ન કરતા.
5. કેળા મેગ્નેશિયમથી ભરપૂર હોય છે અને દિવસ દરમ્યાન કેળા ખાવા જ જોઈએ. પરંતુ ક્યારે ખાલી પેટ હોય અને ભૂખ લાગી હોય ત્યારે કેળા ન ખાવા.
આમ કરવાથી કેલ્શિયમ અને મેગ્નેશિયમ ની માત્રા શરીરમાં વધી જાય છે જેના કારણે એસિડની તકલીફ થાય છે.